તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગાહી:છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે માવઠું થવાની શક્યતા

છોટા ઉદેપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાતાવરણમાં અચાનક પલટો માવઠું થવાની શક્યતા છે. - Divya Bhaskar
વાતાવરણમાં અચાનક પલટો માવઠું થવાની શક્યતા છે.
 • બેવડી ઋતુના કારણે ઠંડી ગરમીનો અહેસાસ
 • ખેડૂતો, ઈંટોનો વેપાર કરતા વેપારીઓ ભારે ચિંતિત બન્યાં

છોટાઉદેપુર જિલ્લામાં ગુરુવારે તા. 18 રોજ સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં વાદળો ઘેરાયા હતા. અને વાતાવરણમાં પલટો જોવા મળતો હતો. વાદળછાયું વાતાવરણ થતા માવઠું થવાની શક્યતાઓ જણાતી હતી. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતિત જણાતા હતા. બેવડી ઋતુના કારણે ઠંડી ગરમીનો એહસાસ થતો હતો. વાદળો છવાતા ખેતીને અને ઈંટોનો વેપાર કરતા વેપારીઓ ભારે ચિંતિત જનતા હતા.

છોટાઉદેપુર પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે કે આકાશમાં વાદળો એકત્રિત થતા અને માવઠાના વર્તતા એંધાણથી ચણા, ઘઉં, શાકભાજીની ખેતીને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ભારે માવજત બાદ ઉગાડેલું શાકભાજીની અંદર જીવાત પડવાનો ડર હોઈ અને બધી મેહનત પાણીમાં જઇ શકે તેમ છે. વાતાવરણમાં અચાનક પલટાને કારણે ઈટોના ભઠ્ઠા ચલાવતા વેપારીઓ જણાવી રહ્યા છે કે જો વરસાદ થાય તો ઇટોને ભારે નુકસાન થવાનો ડર છે.

ઓરસંગ નદીમાં શાકભાજીની વાડીઓ કરતા ખેડૂતો જણાવે છે કે વાતાવરણમાં અચાનક પલટો આવતા વાડીમાં ઉગાડેલું શાકભાજીમાં જીવાત પાડવાનો ડર છે. શાકભાજી બગડી જાયતો લાખોનું નુકસાન થઈ શકે છે. અને બધી મેહનત પાણીમાં જઇ શકે છે. એક તરફ કોરોના કાળમાં લોકડાઉન સમયમાં ધંધો થયો ન હોઈ અને બજારમાં મંદીનો માહોલ હોઈ જેથી હાલમાં વતાવરણમાં થતા ફેરફારોએ ચિંતાનો વિષય છે. શરદી ખાંસી, હાથપગના દુઃખાવા જેવી સ્વાસ્થ્ય સબંધિત તકલીફો પણ થવાની સંભાવનાઓ રહેલી છે. વર્ષ દરમ્યાન ઘણી વખત અચાનક બેવડી ઋતુનું વાતાવરણ સર્જાયું છે. જેની અસરો પ્રજાના સ્વાસ્થ્ય અને ખેતી ઉપર વધુ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો