તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની પસંદગી:છોટાઉદેપુર જિ.માં ઉમેદવારોની પસંદગીની ગતિવિધિ તેજ બની

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતની 32 અને તા.પંચાયતની 140 બેઠકો પર જંગ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુટણીઓ જાહેર થઈ ગઈ છે. તારીખ 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાનાર છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો ઉપર અને તાલુકા પંચાયતની 140 બેઠકો ઉપર ખરાખરીનો જંગ ખેલાશે તેમ જણાઈ રહ્યું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અર્થની ગતિવિધિ તેજ બની છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો જેમાં અલીખેરવા, આથાડુંગરી, બહાદરપુર, બરોલી, બોડેલી, ચીસાડીયા, ધંધોડા, જેતપુર, કડાછલાં, કડવાલ, કનલવા, કવાંટ, ખૂનવાડ, કુકરદા, માંકણી, મણકા, મોટી આમરોલ, મોટીબેજ, મોટી સાઢલી, નસવાડી, નવાગામ,પરવટા, રૂમડિયા, સૈડીવાસણ, સજવા, સંખેડા, તાંદલજા, તેજગઢ, ઉચાપાન, વઘાચ, ઝેર, ઝોઝ, બેઠકનો સમાવેશ થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીઓની તારીખ જાહેર થતાં જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી લઢવા ઇચ્છતા ટિકિટ વાંછુઓ ટિકિટ મેળવવા અર્થે પાર્ટીઓના ગોડફાધરના શરણે જતા જોવા મળી રહ્યા છે.

અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સંભવિત ઉમેદવારો દ્વારા મતદારો સાથે સંપર્ક પણ શરૂ કરી દેવામાં આવ્યા હોય તેમ જાણવા મળી રહ્યું છે. રાજકીય પાર્ટીના હોદ્દેદારોના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા બે દિવસમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. દરેક બેઠકો ઉપર હાલ હવે ઉમેદવારોની યાદી જાહેર થાય તો ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થાય મતદારો પણ રાહ જોઈ રહ્યા છે.

ચૂંટણીને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે
છોટાઉદેપુર | જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તારીખ 6 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સિરોલવાળા કમ્પાઉન્ડમાં 10-30 કલાકે આવશે. ચૂંટણીને લઈને 3 દિવસ અગાઉ જ ભાજપા પ્રદેશ અધ્યક્ષે ઉમેદવારો માટેની ગાઇડલાઇન બહાર પાડી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવવા માગતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો