તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે એક પણ કોરોનાનો કેસ ન નોંધાતાં રાહત

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી 170 સેમ્પલ તપાસ અર્થે લેવાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ કેસ 533 થઈ ચૂક્યા છે. જેમાં રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી 170 એન્ટીજન સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. પરંતુ તમામ સેમ્પલ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રવિવાર તા 11/10 ના એક પણ કોરોના પોઝિટિવ કેસ જિલ્લામાં આવ્યા નથી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું.

ઘણાબધા દિવસો પછી રવિવારે કોઈ પોઝિટિવ કેસ આવ્યા નથી. જે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે. હાલમાં જિલ્લામાંથી 471 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 46 જેટલા દર્દી એડમિટ છે અને 13ના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 183 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકામાં 136 કેસ, નોંધાયા છે જ્યારે સંખેડા તાલુકા 107, કવાંટ તાલુકા 41, પાવીજેતપુર તાલુકા 39 અને નસવાડી તાલુકામાં 27 કેસ નોંધાયા છે.

પાદરામાં રવિવારના રોજ 9 પોઝિટિવ કેસ જાહેર થયા, કુલ આંક 815
પાદરા તાલુકામાં રવિવારે 9 કોરોના પોઝિટિવના કેસ જાહેર થયા છે. જેમાં 8 પાદરા નગરમાં નોધાયા છે અને 1 ગામડામાં ખંડેરાવપુરામાં નોધાયો છે. અત્યાર સુધીનો પોઝિટિવ આંકડો 815 પહોંચ્યો છે. જે એક હજારને પહોંચતા વાર નહીં લાગે. ત્યારે આરોગ્ય વિભાગ પાસે શું નક્કર યોજના છે જે કોરોનાને આગળ વધતા રોકી શકાય ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો