તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:છોટાઉદેપુર જિલ્લામાં માત્ર 17 દિવસમાં કોરોનાના નવા 111 કેસ, કુલ આંક 972

છોટાઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 899 દર્દીઓ સાજા થયા, 49 દર્દીઓ એડમિટ અને 24 દર્દીના મોત થયા
 • જિલ્લાના બોડેલી તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 320 કેસ નોંધાતાં તંત્ર માટે ચિંતાનો વિષય

છોટાઉદેપુર જિલ્લામાં 13 માર્ચથી 30 માર્ચ સુધીમાં કુલ 111 નવા કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોના પોઝિટિવ કેસનો આંક દિન પ્રતિદિન વધતા પ્રજામાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ ભારે ચિંતામાં મુકાઈ ગયું છે. ઉપરા ઉપરી કેસોનું પ્રમાણ વધતા જિલ્લાવાસીઓ ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે તા 30 માર્ચના રોજ કોરોનાના નવા 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. મંગળવારે જિલ્લામાં જે 10 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 30 વર્ષનો યુવાન સંધિયા, આમરોલી (2) 57 વર્ષના આધેડ કોઠીયા, નસવાડી (3) 24 વર્ષનો યુવાન ગજાનંદ પાર્ક સોસાયટી, બોડેલી (4) 50 વર્ષનો આધેડ દિવાળી પાર્ક સોસાયટી, બોડેલી (5) 69 વર્ષ વૃદ્ધા ચંદ્રજ્યોતિ સોસાયટી, બોડેલી (6) 27 વર્ષનો યુવાન પોલીસ લાઇન, છોટાઉદેપુર (7) 19 વર્ષનો યુવાન સ્ટેશન રોડ, છોટાઉદેપુર (8) 70 વર્ષની વૃદ્ધા કસ્બા ફળિયું, બહાદરપુર (9) 60 વર્ષની વૃદ્ધા ખાડકી ફળીયા ભાટપુર, સંખેડા અને (10) 65 વર્ષની વૃદ્ધા કંટેશ્વર પટેલ ફળીયા, સંખેડાનો સમાવેશ થાય છે. આ સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 972 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

હાલમાં હોળી ધુળેટી પર્વ ગયો અને પ્રજાએ ધામધૂમ પૂર્વક તહેવારની ઉજવણી કરી પરંતુ ઘણા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જિલ્લામાં હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીને ડામવા જિલ્લાના મુખ્ય શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રજા માંગ કરી રહી છે.

જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી મંગળવારે કોરોનાની તપાસ અર્થે 537 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 899 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 49 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દી ના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુરમાં 287, પાવીજેતપુરમાં 73 બોડેલીમાં 320, સંખેડામાં 165, કવાંટમાં 76 અને નસવાડીમાં 51 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

જિલ્લામાં બોડેલી તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે કુલ 320 કેસ નોંધાતા તંત્ર માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લામાં ઉપરા ઉપરી વધતા કેસો ના કારણે પ્રજામાં ભારે ડર ના કારણે હવે ધંધા રોજગારો ઉપર પણ કોરોના ઇફેક્ટ જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિન ના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 15377, પાવીજેતપુર તાલુકામાં 10534, બોડેલી તાલુકામાં 12177, સંખેડા તાલુકામાં 11697, કવાંટ તાલુકામાં 12605 અને નસવાડી તાલુકામાં 10613 મળી કુલ 73003 કરતાં વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો