તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:છોટાઉદેપુર જિલ્લામાં વાર્તાતા માવઠાના એંધાણથી ખેડૂતો ચિંતિત

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસથી જોવા મળી રહેતું વાદળછાયું વાતાવરણ

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે ભારે ગરમીના કારણે પ્રજા હેરાન થઈ રહી છે. વાદળછાયા વાતાવરણને કારણે વરસાદ પડશે તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં સતત બે દિવસથી ભારે ગરમી અને ઉકળાટ થતા પ્રજા ત્રાસી ગઈ છે. ત્યારે રાત્રીના ઠંડીનો અનુભવ થાય છે. જેથી બેવડી ઋતુના કારણે હાથપગ સાંધાનો દુખાવો, શરદી, કફ જેવી તકલીફો નો સામનો પ્રજા કરી રહી છે.

છોટાઉદેપુર નગરમાં લો વોલ્ટેજના પ્રજાને પૂરતી વીજળી ન મળતા પંખા ધીમા ચાલે છે. એસી બરાબર ચાલતા નથી જેથી ગરમીમાં સેકાવાનો વારો આવ્યો છે. લો વોલ્ટેજના કારણે વારંવાર એમજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી અને ગરમીમાં પ્રજાને હેરાન થવાનો વારો આવે છે. જિલ્લામાં વાર્તાતા માવઠાના એંધાણ ને લઈ ખેડૂતો જણાવી રહ્યા છે કે જો વરસાદ પડે તો તૈયાર ખેતી જેમ કે તુવેર, કાપેલી ડાંગર, જેવા તૈયાર પાકને નુકસાન થાય અને ખરાબ થઈ જાય જે ઉપયોગમાં આવે નહીં. જેથી ધરતી પુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે અણધાર્યા વરસાદને કારણે ખેતી બરાબર થઈ નથી. જેથી જો અત્યારે વરસાદ થાય તૈયાર પાક ને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. છોટાઉદેપુરમાં થતા માવઠાના સંકેતને લઈ ખેડૂત અને ખાતરના વહેપારી રાકેશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે જો અત્યારે વરસાદ થાય તો તુવેર, કાપેલી ડાંગર , જેવા તૈયાર પાકને નુકસાન થઇ શકે તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો