તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:છોટાઉદેપુર જિલ્લામાં તમામ વેપારીઓએ કોરોના નેગેટિવનો રિપોર્ટ ફરજિયાત રાખવાનો રહેશે

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું
  • જાહેરનામું 10થી 9 જુલાઈ સુધી અમલમાં રહેશે

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. લોકો બે મોત મરી રહ્યા છે. જેના સંક્રમણને અટકાવવા હેતુ તંત્ર દ્વારા પૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ 19ની અસરોને પહોંચી વળવા કોરોના સંક્રમણને અટકાવવા તથા વધતા જતા કેસોને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યું છે કે, છોટાઉદેપુર શહેર તથા છોટાઉદેપુર તાલુકા, જેતપુરપાવી તાલુકા, નસવાડી તાલુકા, બોડેલી તાલુકો અને સંખેડા તાલુકા, અને કવાંટ તાલુકામાં વેપાર ધંધો કરતા હોટલ રેસ્ટોરન્ટ, ખાણી પીણી લારીઓ લારી ગલ્લા, રીક્ષા ટેક્ષી કેબલવાળા, ભાડે ફરતા વાહનના ડ્રાઈવરો, ક્લીનર, પાન ગલ્લા, ચાની કીટલી, દુકાન, હેર સલૂન, બ્યુટી પાર્લરમાં કામ કરતા ઈસમો, ખાનગી સિક્યુરીટી એજેન્સી ગાર્ડસ સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કારીગરો સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, પલંબર ટેક્નિશિયન શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમા વેચાણ વિતરણ કરતા ઈસમો તમામે કોરોના નેગેટિવ હોવા બાબતનો 10 દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજિયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. આ જાહેરનામુ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા વિસ્તારને લાગુ પડશે. જે તા 10/6/21 થી તા 9/7/21 સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને દંડ સહિતા 1860 કલમ 188 ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 કોવિડ 19 રેગ્યુલેશન 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...