તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા કુલ આંક 957

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાવીજેતપુરમાં 4 , કવાંટમાં 1, નસવાડીમાં 1, સંખેડામાં 1, ચિચોડમાં 1 કેસ નોંધાયો
 • જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી કુલ 405 સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં આજરોજ તા 27 માર્ચના નવા 8 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજરોજ શનિવારે જિલ્લામાં જે 8 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 18 વર્ષનો યુવાન પાવીજેતપુર (2) 46 વર્ષના આધેડ કવાંટ (3) 27 વર્ષનો યુવાન નસવાડી પોલીસ સ્ટેશન (4) 25 વર્ષનો યુવાન કંટેશ્વર સંખેડા (5) 14 વર્ષનો કિશોર ચિચોડ છોટાઉદેપુર (6) 45 વર્ષની મહિલા ખજૂરીયા પાવીજેતપુર (7) 30 વર્ષનો યુવાન બજાર રોડ પાવીજેતપુર (8) 61 વર્ષની વૃદ્ધા બજાર રોડ પાવીજેતપુર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 957 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 405 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 894 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 39 જેટલા દર્દીઓ એડમિટ છે અને 24 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ બોડેલી તાલુકામાં 317 કેસ પોઝિટિવ નોંધાયા છે. બીજા નંબરે છોટાઉદેપુર તાલુકામાં 282 કેસ પોઝિટિવ નોંધાયા છે. સંખેડા તાલુકામાં 162 કેસ નોંધાયા છે. કવાંટમાં 75 કેસ પાવીજેતપુર 72 કેસ અને નસવાડીમાં 49 કેસ પોઝિટિવ નોંધાયા છે.છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે.

જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 14133, પાવીજેતપુર તાલુકામાં 9358, બોડેલી તાલુકામાં 10825, સંખેડા તાલુકામાં 10955, કવાંટ તાલુકામાં 10434, નસવાડી તાલુકામાં 9610, કુલ 64959 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો