કોરોના રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં બીજા દિવસે 6561 કિશોરોએ રસી લીધી

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 9937 વિદ્યાર્થીઓનું રસીકરણ કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લામાં મંગળવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં જિલ્લાના 6 તાલુકાઓમાં વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે બીજા દિવસે 15થી 18 વર્ષના 6561 કિશોરોને કોરોના વિરોધી રસી અપાઇ હતી.

સમગ્ર દેશ દુનિયામાં કોરોના તથા ઓમીક્રોનનું સંક્રમણ વધતું જાય છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. જેના બચાવ અર્થે સરકાર દ્વારા 15થી 18 વર્ષના કિશોરોને તા 3 જાન્યુઆરીથી કોરોના વિરોધી રસી આપવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. પ્રથમ દિવસે 9937 વિદ્યાર્થીઓને જ્યારે મંગળવારે 6561 જણે રસી લીધી હતી. જેમાં છોટાઉદેપુર તા.માં 678, પાવીજેતપુરમાં 594, નસવાડીમાં 1301, સંખેડામાં 864, બોડેલીમાં 1954, કવાંટ તાલુકામાં 1170નો સમાવેશ થાય છે.

છોટાઉદેપુરની શ્રદ્ધા સ્પેશિયલ સ્કૂલના 12 બાળકોને રસી મૂકાઈ
મંગળવારે રેનિટાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છોટાઉદેપુર જિલ્લાની શ્રદ્ધા સ્પેશિયલ સ્કૂલના 12 બાળકોનું જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા સ્પેશિયલ સ્કૂલમાં 44 માનસિક દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે. જે પૈકી 15થી 18 વર્ષની વયના લાયક 12 બાળકોનું રસીકરણ જિલ્લા કલેકટર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નિનામા, રેનિટાબેન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રદ્ધાબેન ત્રિવેદી, રીટાબેન વકીલ, ગુજરાત રાજય દિવ્યાંગ સમિતિના સભ્ય ભારવીબેન અને બાળકોના વાલીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...