તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, કુલ આંક 664 થયો

છોટાઉદેપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં 3, ઈન્દ્રાલમાં 1, કવાંટમાં 1 અને કરજવાંટમાં 1 વ્યક્તિ સંક્રમિત
  • જિલ્લામાં બોડેલી તાલુકામાં કોરોના પોઝિટિવના સૌથી વધુ 223 કેસ નોંધાયાં

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 658 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તા. 21 નવેમ્બર શનિવારના રોજ નવા 6 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 664 ઉપર પહોંચ્યો છે.

શનિવારે જિલ્લામાં જે 6 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 42 વર્ષના આધેડ તાલુકા પંચાયત સામે છોટાઉદેપુર (2) 32 વર્ષનો યુવાન ઓલ્ડ પેલેસ રોડ છોટાઉદેપુર (3) 78 વર્ષના વૃદ્ધ ઓલ્ડ પેલેસ રોડ છોટાઉદેપુર (4) 73 વર્ષની વૃધ્ધા ઇન્દ્રાલ સંખેડા (5) 27 વર્ષનો યુવાન પોલીસ સ્ટેશન સ્ટાફ કવાંટ (6) 27 વર્ષનો યુવાન પી એચ સી સ્ટાફ કરજવાંટ કવાંટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 587 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 609 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 33 દર્દીઓ એડમિટ છે અને 19 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 223 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 170 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 125 કેસ, કવાંટ તાલુકા 54 કેસ, પાવીજેતપુર તાલુકા 50 કેસ નસવાડી તાલુકામાં 42 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો