તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના 5 કેસ નોંધાયા, કુલ આંક 734 થયો

છોટાઉદેપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવાપુરામાં 2, છોટાઉદેપુરમાં 2 અને ફતેપુરામાં 1 વ્યક્તિ સંક્રમિત થઈ
 • સોમવારે જિલ્લામાંથી 4 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ગભરાટ જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 729 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તા.7 ડિસેમ્બર સોમવારના રોજ નવા 5 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 734 ઉપર પહોંચ્યો છે.

સોમવારે જિલ્લામાં જે 5 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 34 વર્ષનો યુવાન નવાપુરા છોટાઉદેપુર (2) 38 વર્ષનો યુવાન નવાપુરા છોટાઉદેપુર (3) 27 વર્ષની યુવતી ગુરુકૃપા સોસાયટી છોટાઉદેપુર (4) 24 વર્ષનો યુવાન કસ્બા છોટાઉદેપુર (5) 27 વર્ષની યુવતી ફતેપુરા છોટાઉદેપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 570 સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 663 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 48 દર્દીઓ એડમિટ છે અને 20 દર્દીના મોત થયા છે. સોમવારે જિલ્લામાંથી 4 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો