તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 4 કેસ નોંધાયા, કુલ આંક 564 થયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે જિલ્લામાંથી 3 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ હતી
  • બોડેલી અને કવાંટમાં કોરોનાના 2-2 કેસ : જિલ્લામાં 503 દર્દી સાજા થયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19નો કહેર સતત વધી રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 560 કેસ પોઝિટિવ નોંધાયા હતા. સોમવાર તા 19 ઓક્ટોબરના નવા 4 કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક 564 ઉપર પહોંચ્યો છે.

સોમવારે જિલ્લામાં જે 4 પોઝિટિવ કેસ આવ્યા તેમાં 35 વર્ષની યુવતી ગજાનંદ પાર્ક બોડેલી, 46 વર્ષના આધેડ ગજાનંદ પાર્ક બોડેલી, 30 વર્ષનો યુવાન હાઈસ્કૂલ પાછળ કવાંટ અને 45 વર્ષની મહિલા હાઈસ્કૂલ પાછળ, કવાંટ પોઝિટિવ આવ્યા છે. સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 606 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં 503 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 42 દર્દી એડમિટ છે અને 16 દર્દીના મોત થયા છે.

સોમવારે જિલ્લામાં 3 દર્દીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 194 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 139 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 110 કેસ, કવાંટ તાલુકા 48 કેસ, પાવીજેતપુર તાલુકા 40 કેસ નસવાડી તાલુકામાં 33 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો