તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 38 કેસ નોંધાતાં કુલ આંક 2337 થયો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 38 કેસ નોંધાતાં કુલ આંક 2337 થયો
  • કોરોના તપાસ અર્થે 1751 એન્ટિજન અને Rtpcr સેમ્પલ વિવિધ તાલુકામાંથી લેવામાં આવ્યાં
  • સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના વાઈરસ કોવિડ-19 કેસોમાં છેલ્લા 2 મહિના કરતા વધારે સમયથી સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં નવા 38 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં મંગળવારના રોજ બોડેલી તાલુકા 20, છોટાઉદેપુર તાલુકામાં 11 કેસ, સંખેડા તાલુકામાં 5 કેસ, અને કવાંટ તાલુકામાં 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

જિલ્લામાં ઘણા સમયથી કોરોના કેસોમાં ભારે તેજ ગતિએ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રજાજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. વધતા જતા કોરોનાના કેસોને કારણે તંત્ર પણ આ અંગે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં કુલ 2337 જેટલાં કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 1751 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1894 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 408 જેટલા દર્દીઓ એડમિટ છે અને 35 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 660, પાવીજેતપુર તાલુકામાં 321 બોડેલી તાલુકામાં 642 સંખેડા તાલુકામાં 247 કવાંટ તાલુકામાં 188 નસવાડી તાલુકામાં 279 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...