તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં 18થી 44 વર્ષની વયજૂથના 3377 લોકો રસી મૂકાવી કોરોનાથી સુરક્ષિત બન્યા

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં યુવાઓને ઝડપથી રસી અપાય તે માટે 15 રસીકરણ કેન્દ્ર કાર્યરત

છોટાઉદેપુર જિલ્લામાં 18થી 44ની વયજૂથના તમામ લોકોનું તા. 4 જૂનથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેઓનું ઝડપથી રસીકરણ કરી શકાય એ માટે જિલ્લામાં 15 રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે.

આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઈ.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના 18થી 44ની વય જૂથના 5.49 લાખ લોકોનું કોરોના વિરોધી રસીકરણ કરી શકાય એ માટે જિલ્લામાં 15 કેન્દ્રો શરૂ કરાયા છે. વેક્સિનેશન માટેના તમામ લાભાર્થીઓએ COWIN પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં 18થી 44 વર્ષના લોકોના રસીકરણ માટે બ્લોક વાઇઝ 15 કેન્દ્રો નિયત કરાયા છે. જે અંતર્ગત છોટાઉદેપુર બ્લોકમાં ગર્લ્સ પોલિટેકનિક, સીએચસી ઝોઝ અને સીએચસી તેજગઢ ખાતે, પાવીજેતપુર બ્લોકમાં સીએચસી પાવીજેતપુર અને સીએચસી કદવાલ ખાતે, બોડેલી બ્લોકમાં સીએચસી બોડેલી, સીએચસી જબુગામ અને કાપડિયા કોલેજ, બોડેલી ખાતે, નસવાડી બ્લોકમાં સીએચસી નસવાડી અને સીએચસી બોરિયાદ ખાતે, કવાંટ બ્લોકમાં સીએચસી પાનવડ, સીએચસી કવાંટ ખાતે, સંખેડા બ્લોકમાં સીએચસી સંખેડા અને સંખેડા હાઇસ્કૂલ ખાતે રસીકરણ કરાશે.

છોટાઉદેપુર જિલ્લામાં તા 4ના રોજ યુવાઓને રસી આપવાના પ્રથમ દિવસે છોટાઉદેપુર તાલુકામાં 306, પાવીજેતપુર તાલુકામાં 612, કવાંટ તાલુકામાં 610, નસવાડી તાલુકામાં 840, સંખેડા તાલુકામાં 517, અને બોડેલી તાલુકામાં 492 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. આમ શુક્રવારે કુલ 3377 વ્યક્તિઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

રસી લઇ કોરોનાને દૂર ભગાડવા અપીલ કરતી માનસી દલવાડી
કોવિડ-19 કોરોનાના સંક્રમણથી બચવા માટે રસી એકમાત્ર વિકલ્પ છે. માટે તમામ નાગરિકોએ કોરોના વિરોધી રસી લેવી જોઇએ એમ નસવાડીની માનસી દલવાડીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં 18 થી 44 વર્ષના નાગરિકોને શરૂ કરવામાં આવેલા રસીકરણના પ્રથમ દિવસે નસવાડી રસીકરણ કેન્દ્ર ખાતે રસી લેવા આવેલી માનસી દલવાડીએ જણાવ્યું હતું કે, આજે મેં વેક્સિન લીધી છે. મને કંઇ થયું નથી. બધાએ વહેલી તકે રસી લઇ લેવી જોઇએ જેથી કરોના વાઇરસને દૂર ભગાડી શકાય એમ ઉમેરી તેમણે કોરોના વાઇરસને દૂર ભગાડવા માટે સૌને રસી લેવા અપીલ કરી હતી.

મેડિકલ સ્ટુડન્ટ તરીકે મેં અને મારા મિત્રોએ રસી લીધી છે, અમને કોઇ આડઅસર થયેલ નથી
મેં અને મારા અન્ય મિત્રોએ આજે જ રજિસ્ટ્રેશન કરાવીને રસી લીધી છે. રસી લેનાર મને અને મારા અન્ય મિત્રોને કોઇ આડ અસર થયેલ નથી. મેડિકલ સ્ટુડન્ટ તરીકે રસી નહીં લેવાના કારણે મને બહુ જ તકલીફોનો સામનો કરવો પડતો હતો. મને સતત કોરોના થઇ જવાની બીક રહેતી હતી. આજે હું રસીનો પ્રથમ ડોઝ લઇને બહુ જ ખુશ છું. મને કે મારા અન્ય મિત્રોને રસી લેવાથી કોઇ આડ અસર થયેલ નથી. વિધિએ તમામને વિનંતી કરતા કહ્યું હતું કે, બધાએ જેમ બને તેમ વહેલી તકે રસી લઇ લેવી જોઇએ જેથી કોરોના વાઇરસના સંક્રમણથી બચી શકાય. > વિધિ શાહ, મેડિકલ સ્ટુડન્ટ

અન્ય સમાચારો પણ છે...