તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા, કુલ આંક 567 થયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીના ગજાનંદ પાર્કમાં જ મહિલા સહિત 3 સંક્રમિત થયાં

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid 19 કેસોમાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 564 કેસ પોઝિટિવ નોંધાયા હતા મંગળવારે તા 20/10/20ના નવા 3 કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક 567 ઉપર પહોંચ્યો છે. મંગળવારે જિલ્લામાં જે 4 પોઝિટિવ કેસ જાહેર થયા હતા.

તેમાં 43 વર્ષની મહિલા ગજાનંદ પાર્ક બોડેલી, 45 વર્ષના આધેડ ગજાનંદ પાર્ક બોડેલી અને 68 વર્ષના વૃદ્ધ ગજાનંદ પાર્ક બોડેલીનો સમાવેશ થાય છે. મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 591 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં 504 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 44 દર્દી એડમિટ છે અને 16 દર્દીના મોત થયા છે. મંગળવારે જિલ્લામાં 1 દર્દીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 197 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 139 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 110 કેસ, કવાંટ તાલુકા 48 કેસ, પાવીજેતપુર તાલુકા 40 કેસ નસવાડી તાલુકામાં 33 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો