તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:છોટાઉદેપુર જિલ્લામાં 7 દિવસમાં કોરોનાના 28 કેસ નોંધાયા

છોટાઉદેપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોનાનો દોર ફરી શરૂ, શુક્રવારે 14 કેસ સાથે કુલ 718
 • જિલ્લામાં સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 240, છોટાઉદેપુર તાલુકાના 188 કેસ જાહેર

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં ઉપરા ઉપરી વધારો થતાં પ્રજામાં ગભરાટ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે મૂંઝવણમાં મુકાઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 7 દિવસની અંદર કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ભારે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 704 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં શુક્રવારે તા 4ના રોજ નવા 14 કેસ નોંધાયા છે. આમાં 7 કેસ બોડેલીમાં, 5 સંખેડામાં અને 2 કેસ છોટાઉદેપુર તાલુકાના છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 718 ઉપર પહોંચ્યો છે. જિલ્લામાં એક સાથે 14 કેસ પોઝિટિવ નોંધાતાં તંત્ર માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે.

શુક્રવારે જિલ્લામાં જે 14 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 67 વર્ષના વૃદ્ધ ગોવર્ધન સોસાયટી બોડેલી (2) 65 વર્ષના વૃદ્ધ અલીખેરવા બોડેલી (3) 54 વર્ષના પુરુષ ચલામલી બોડેલી (4) 50 વર્ષની મહિલા કોસિન્દ્રા બોડેલી (5) 68 વર્ષના વૃદ્ધ સાલપુરા બોડેલી (6) 28 વર્ષનો યુવાન કોસિન્દ્રા બોડેલી (7) 40 વર્ષની મહિલા કોસિન્દ્રા બોડેલી (8) 45 વર્ષની મહિલા ઈન્દ્રાલ સંખેડા (9) 50 વર્ષના આધેડ ઈન્દ્રાલ સંખેડા (10) 26 વર્ષનો યુવાન સંખેડા (11) 84 વર્ષના વૃદ્ધ સંખેડા (12) 32 વર્ષનો યુવાન સંખેડા (13) 69 વર્ષના વૃદ્ધ સરદાર નગર છોટાઉદેપુર અને (14) 34 વર્ષની યુવતી ફતેપુરા છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી આરોગ્ય તંત્ર દ્વારા 496 એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. હાલમાં કુલ 650 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપી દેવામાં આવી છે. જ્યારે 45 દર્દીઓ એડમિટ છે અને 20 દર્દીના મોત થયા છે. શુક્રવારના રોજ જિલ્લામાંથી 3 દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવાઇ હતી. અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 240 નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 188 કેસ નોંધાયા છે. ઉપરાંત સંખેડા તાલુકામાં 135 કેસ, કવાંટ તાલુકામાં 59 કેસ, પાવીજેતપુર તાલુકામાં 52 કેસ અને નસવાડી તાલુકામાં 44 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો