તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીની 2 યુવતી કોરોનાથી સંક્રમિત થઈ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોના સંક્રમણનો કુલ આંક 2637 થયો

છોટાઉદેપુર જિલ્લામાં તા. 28ના રોજ કોરોનાના 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા. 15 દિવસ પછી 2 નવા કેસ સામે આવ્યા છે. જેમાં જિલ્લામાં 21 વર્ષની યુવતી નાની ઝડુલી નસવાડી, અને 25 વર્ષની યુવતી વડીયા નસવાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2637 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ) કુલ 56 કેસ પોઝિટિવ નોંધાયા છે. મ્યુકોરમાઇકોસિસમાં શંકાસ્પદ લક્ષણો જણાવતા અત્યાર સુધીમાં 47 દર્દી સારવાર હેઠળ છે. 4 વ્યક્તિ સાજા થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. ત્યારે શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસના કારણે 5 દર્દીના મોત થયા છે. સોમવારે જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 635 જેટલા એન્ટિજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...