તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. રોજે રોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 636 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શનિવારે તા. 14/11/2020ના નવો 1 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 637 ઉપર પહોંચ્યો છે.
શનિવારે જિલ્લામાં જે 1 પોઝિટિવ કેસ આવ્યો તેમાં 57 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 136 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 591 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 24 દર્દીઓ એડમિટ છે અને 19 દર્દી ના મોત થયા છે.
અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 214 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 160 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 122 કેસ, કવાંટ તાલુકા 51 કેસ, પાવીજેતપુર તાલુકા 50 કેસ નસવાડી તાલુકામાં 40 કેસ પોઝીટીવ નોંધાયા છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.