ખુશીનો માહોલ:છોટાઉદેપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે. મંગળવારના બપોરના સમયે છોટાઉદેપુર તાલુકામાં સતત 2 કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેનાથી છોટાઉદેપુર નગરમાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને કારણે છોટાઉદેપુર નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

છોટાઉદેપુર તાલુકામાં મંગળવારે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં મંગળવાર સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 71 મિ.મી, નસવાડી તાલુકામાં 8 મિ.મી, કવાંટ તાલુકામાં 6 મિ.મી જિલ્લાનો કુલ 85 મિ.મી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...