તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુરમાં 2004 દર્દીઓ સ્વસ્થ થયા

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છોટાઉદેપુર તા.માં સૌથી વધુ 47 કેસ સાથે જિલ્લામાં નવા 57 કેસ

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના વાયરસ covid-19 કેસોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ તારીખ 13 મે -2021 જિલ્લામાં નવા 57 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં ગુરુવારે છોટાઉદેપુર તાલુકા 47, કવાંટ તાલુકામાં 5 કેસ, પાવીજેતપુર તાલુકામાં 4 કેસ, અને બોડેલી તાલુકામાં 1 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમ જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું હતું. જિલ્લામાં કોરોના કેસોમાં ભારે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. વધતા કોરોનાના કેસોને કારણે તંત્ર પણ ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે.

જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2448 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 1602 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2004 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 409 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 35 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 731, પાવીજેતપુર તાલુકામાં 333, બોડેલી તાલુકામાં 662, સંખેડા તાલુકામાં 249, કવાંટ તાલુકામાં 194 અને નસવાડી તાલુકામાં 279 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

જિલ્લામાં 841 વ્યક્તિઓને કોરોના વિરોધી રસી અપાઇ
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં રોજ કોરોના વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ તારીખ 13 મે 2021ના જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 17, બોડેલી તાલુકામાં 176 અને કવાંટ તાલુકામાં 437 વ્યક્તિઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જિલ્લામાં આજરોજ કુલ 841 જેટલી વ્યક્તિઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી, તેમ આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...