વર વગરનો વરઘોડો:છોટા ઉદેપુર જીલ્લામાં દેશની સર્વોચ્ચ રાજકીય પાર્ટીઓ નોધારી, ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીપ્રમુખ વિના કાર્યરત

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશ્મીકાંત વસાવાનો કથિત નશામાં ઝૂલતા તાત્કાલિક રાજીનામું આપવું પડ્યું
  • કોંગ્રેસના તત્કાલીન જીલ્લા પ્રમુખ ઉમેશ શાહે અચાનક ભાજપમાં ગુલાંટ મારી હતી

છોટા ઉદેપુર જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઉથલ પાથલ ચાલી રહી છે. જેને કારણે દેશની બે સૌથી મોટી રાજકીય પાર્ટીઓ છોટા ઉદેપુર જીલ્લામાં નોધારી બની ગઈ છે. ત્યારે વર વગરના વરઘોડા જેવી હાલત થઈ છે અને બન્ને પાર્ટી હાલ પ્રમુખ વગર જ ચાલી રહી છે.

રશ્મીકાંત વસાવાનો કથિત નશામાં ઝૂલતા તાત્કાલિક રાજીનામું આપવું પડ્યું
છોટા ઉદેપુર જીલ્લામાં એકાદ મહિનાથી રાજકીય ઉથલ પાથલને લઇને માહોલ ગરમાયેલો છે. થોડા દિવસ અગાઉ કોંગ્રેસના તત્કાલીન જીલ્લા પ્રમુખ ઉમેશ શાહે અચાનક ભાજપમાં ગુલાંટ મારી દીધી હતી, તેના ગણતરીના દિવસોમાં જ ભાજપના જીલ્લા પ્રમુખ રશ્મીકાંત વસાવાનો કથિત નશામાં ઝૂલતા નજરે પડ્યા અને તેના વિડીઓ વાઇરલ થતા તાત્કાલિક રાજીનામું આપવું પડ્યું હતું.

સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિને પ્રમુખપદે બેસાડશે તેવી અટકળો
છોટા ઉદેપુર જીલ્લામાં હાલ બન્ને મુખ્ય પાર્ટીઓની હાલત હાલમાં વર વગરના વરઘોડા જેવી થઈ છે અને બન્ને પાર્ટીઓમાં હાલ પ્રમુખપદ ખાલી છે. જેને લઇને નોંધારી બનેલી બન્ને પાર્ટીઓ આગામી દિવસોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહેલી તકે પ્રમુખપદે સારા અને સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિને પ્રમુખપદે બેસાડશે તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ હાલ બન્ને રાજકીય પાર્ટી માટે પ્રમુખપદને લઇને માથાપચ્ચી કરવાનો વારો આવી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...