છોટા ઉદેપુર જિલ્લા પોલીસ ઉતરાયણમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે કડક વલણ અપનાવી રહી છે. અને સમગ્ર જિલ્લામાં પોલીસ ઠેર ઠેર માઇક ઉપર જાહેરાત કરીને લોકોને ચાઇનીઝ દોરી વેચવા તેમજ ખરીદી નહિ કરવા માટેની જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરી રહી છે.
હાલમાં ઉતરાયણને લઇને પતંગ દોરીનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે. તો સાથે સાથે ચાઇનીઝ દોરી કે જેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં કેટલાક વેપારીઓ ચાઇનીઝ દોરીઓ વેચી રહ્યા છે. આ ચાઇનીઝ દોરીથી કેટલાય લોકોના ગળા કપાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.
જેને લઇને છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી મુદ્દે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં ચાઇનીઝ દોરીના વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં માઇક દ્વારા એક જવાબદાર પોલીસ અધિકારી દ્વારા ચાઈનીજ દોરીનું વેચાણ નહિ કરવા અને લોકોને તેની ખરીદી પણ નહિ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. છોટા ઉદેપુર જિલ્લા પોલીસનું ચાઇનીઝ દોરી મુદ્દે લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.