મતદાન જાગૃતિ કાર્યક્રમ:છોટા ઉદેપુરમાં નાટકના માધ્યમથી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

છોટા ઉદેપુર25 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લામાં આદિવાસી વિસ્તારમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ ભાગરૂપે આજરોજ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નાટકના માધ્યમથી લોકોને સમજાવાનો પ્રયત્ન
આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જીલ્લામાં મતદાન માટે જાગૃતિ લાવવા માટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ છોટા ઉદેપુર એસ.ટી.ડેપો ખાતે લોકોને મતદાન કરવાથી શું ફાયદો થાય છે, મતદાન શા માટે કરવું જોઈએ તે નાટકના માધ્યમથી લોકોને સમજાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...