બાતમી:ચાંદોદમાં દારૂના ગુનામાં બે વર્ષથી વોન્ડેટ આરોપી ડભોઈથી ઝડપાયો

ચાંદોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને આરોપી ડભોઈમાં છુપાયો હોવાની બાતમી મળી હતી

14 જૂન 2020ના રોજ કવાંટ રોડ ઉપર આવેલી કેનાલ પરથી સ્કોર્પિયો ગાડીમાં દારૂ બિયરનો જથ્થો લઈ જયસ્વાલ બંધુઓ ડભોઇ તરફ હેરાફેરીની પેરવીમાં હતા. દરમિયાન ચાંદોદ-નવા માંડવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે સ્કોર્પિયો ગાડી થોભાવતા જ સ્કોર્પિયોનું પાયલોટિંગ કરી રહેલી બ્રેઝા કારનો ચાલક ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતાં દારુ તેમજ બિયરનો જથ્થો મળ્યો હતો.

ચાંદોદ પોલીસે 1,17,060ની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારુ તેમજ બિયરનો જથ્થો મોબાઈલ નંગ-2 કિંમત 10000 તેમજ સ્કોર્પિયો ગાડી કિંમત 5 લાખ મળી કુલ 6,27,060ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

જ્યારે આ કામમાં મદદગારી કરનાર ત્રીજો આરોપી ધવલ રાજુ જયસ્વાલ ભાગી છૂટ્યો હતો. આમ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાનો આરોપી અને બે વર્ષથી નાસતો ફરતો ધવલ જયસ્વાલ ડભોઇમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. જિલ્લા પેરોલ ફર્લો સ્કવોર્ડે ડભોઇમાં તપાસ આદરીને સિદ્ધેશ્વર મંદિર પાસેથી ધવલને ઝડપી લીધો હતો. ધવલ જયસ્વાલ ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...