• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • In Bodeli, The Video Of Employees Sitting In The Office And Enjoying Alcohol Goes Viral; The Depot In Charge Said, "We Will File A Complaint If We Find Out."

એસ.ટી. ડેપો બન્યો દારૂનો અડ્ડો:બોડેલીમાં ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફિલ માણી, વીડિયો વાયરલ; 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

છોટા ઉદેપુર10 દિવસ પહેલા

છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી દરરોજ વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. પરંતુ નહીં પકડાયેલા દારૂ લોકો પી રહ્યા હોવાનો પુરાવો બોડેલી એસ.ટી. ડેપોમાં જોવા મળ્યો છે. બોડેલી એસ.ટી. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે વિદેશી દારૂની ઓફિસમાં જ બેસીને મહેફિલ માણી રહ્યાં હોવાના વીડિયો વાઇરલ થયા છે. સમગ્ર બાબતે બોડેલી એસ.ટી. ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ.ચૌહાણને ટેલિફોન કરીને પૂછતા તેમણે આ વીડિયો અંગે તપાસ શરૂ કરી હતી. જેના પગલે આ મામલે ત્રણ કર્મચારીઓને બાદમાં સસ્પેન્ડ કરાયા હતા.

દારૂની મહેફિલ માણતા કર્મચારી
દારૂની મહેફિલ માણતા કર્મચારી

દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ
આ વીડિયોમાં એક ખુરશીમાં એક આધેડ ઉંમરના વ્યક્તિ બંડી અને ખાખી કલરનું પેન્ટ પહેરીને ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને ચૂસકી લેતા તેમજ તને સાથ આપવા અન્ય એક વ્યક્તિ બાજુમાં બંડી પહેરીને કંઇક ખાતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે. દરરોજ સેંકડો બોટલ દારૂ છોટા ઉદેપુર પોલીસ ઝડપી રહી છે. તેમ છતાં સરકારી કર્મચારી કચેરીમાં બેસીને ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે.

પોલીસના ડર વગર મારી રહ્યા છે દારૂની ચૂસકી
પોલીસના ડર વગર મારી રહ્યા છે દારૂની ચૂસકી

ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ. ચૌહાણ સાથે વાતચીત
ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ. ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈકાલે બોડેલી એસ.ટી. ડેપો ખાતે જે બનાવ બન્યો છે. તેના વીડિયો વાયરલ થયા છે. તેના અનુસંધાને જે તે કર્મચારીઓ જવાબદાર છે એની સામે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી છે અને ઉપરી અધિકારીઓની સૂચના અને આદેશ અનુસાર એમની સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને અહેવાલ પાઠવી દેવામાં આવ્યો હતો. હાલ તો વીડિયોમાં 3 કર્મચારીઓ દેખાય છે. જેમાં 1નો ચહેરો દેખાતો નથી પણ તેની તપાસ કરીને કુલ 3 કર્મચારીઓ સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.

દારૂની મહેફિલ માણતા 2 કર્મચારી
દારૂની મહેફિલ માણતા 2 કર્મચારી

ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
​​​​​​​બોડેલી એસ.ટી.ડેપોમાં કર્મચારીઓએ દારૂ પીતાં, આ મામલે ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. એસ.ટી.ડેપો કન્ટ્રોલર નવિનભાઇ પુનાભાઈ રાઠવા, હેડ મિકેનિક હિતેશભાઈ પુરુષોત્તમભાઈ સુથાર અને ડ્રાઈવર રાજેશભાઈ મોતીભાઈ ડિંડોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે એસ.ટી.વિભાગ દ્વારા ત્રણેય કર્મચારીઓ સામે કડક પગલાં લેવાયાં છે.

પોલીસે કર્મચારીની કરી અટકાયત
પોલીસે કર્મચારીની કરી અટકાયત

પોલીસ દ્વારા હજુ સુધી કોઈપણ કાર્યવાહી નહીં
ત્યારે ગત રાત્રીના બોડેલી એસ.ટી. ડેપોમાં ચાલી રહેલી દારૂની મહેફિલની જાણ થતાં બોડેલી પોલીસ પણ એસ.ટી. ડેપો ખાતે આવી પહોંચી હતી અને દારૂ પીતા કર્મચારીને રાત્રે જ પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા હજુ સુધી આવા નશેડી કર્મચારી વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરાતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.

"હમે કિસીકા ડર નહીં"
"હમે કિસીકા ડર નહીં"
અન્ય સમાચારો પણ છે...