બોડેલી એપીએમસીમાં આજથી રામકથાની શરૂઆત થઈ ચૂકી છે. આ રામકથા પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના કંઠે કરવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસે પોથીયાત્રા રામજી મંદિરથી કાઢીને એપીએમસીમાં લઈ જવામાં આવી હતી. આ કથામાં રશ્મિકાબેન પટેલે કહ્યું કે, આ મંડપ આધ્યાત્મિક છે અને આધ્યાત્મિક મંડપમાં સમયનું યોગદાન ખૂબ જરૂરી છે. કહીને ભક્તોને કથાના મંડપમાં પણ સમય આપવા આહવાન કર્યું હતું.
આજના પ્રથમ દિવસે રશ્મિકાબેન પટેલે કથાનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું કે જીવના કલ્યાણ માટે કથા સત્સંગ જ એક ઉત્તમ માર્ગ છે. કથાને દર્પણની જેમ સાંભળો આપને ક્યાં છીએ તેના દર્શન થઈ જશે. તેઓએ શ્રોતાઓને કથાના ગુણ જીવનમાં ઉતારવા માટે અને કથાનું શ્રવણ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસને સાથે હૃદયમાં રાખવાનું કહ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, કથા આપણને સમર્પણ અને ત્યાગ શીખવે છે. બાલ્યાવસ્થામાં કથા સત્સંગ ખૂબ જરૂરી છે. તેનાથી સંસ્કાર અને સત્સંગના બાળકોમાં બીજ રોપણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.