પાવી જેતપુર તાલુકાના ભાભર ગામે આજે બપોરે અચાનક શોર્ટ સર્કિટથી લાગ લાગતાં અંદાજીત રૂ.8 લાખનું નુકસાન થવા પામ્યું છે. પાવી જેતપુર તાલુકાના ભાભર ખાતે વચલા ફળિયામાં રહેતા લીમજી નુરજીભાઈ રાઠવા આજે ગામમાં આજે એક અશુભ પ્રસંગ બનતા ત્યાં ગયા હતા અને બાળકો ઘરે હતા. ત્યારે લગભગ 1 વાગ્યાના અરસામાં ઘરના મીટરમાં આગ લાગી હતી. આ આગ લાગી હોવાનું ઘરના બાળકોને થતાં તેઓ ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરી હતી.
આ બૂમાબૂમ સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખેઆખું ઘર બળીને ખાક થઈ ગયું હતું. આ આગમાં ઘરમાં રાખેલી ઘર વખરી, અનાજ, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 8 લાખના નુકસાનનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.