કાર્યવાહી:છોટાઉદેપુરમાં ગેરકાયદે કતલખાના ધ્વસ્ત કરાયાં

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં  ગેરકાયદેસર ચાલતા કતલખાના તંત્ર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. - Divya Bhaskar
છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના તંત્ર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા.
  • સ્ટેશન તથા વસેડીમાંથી 80 ગૌવંશને બચાવ્યા હતા, ગૌહત્યાના વિરોધમાં નગર બંધ રહ્યું હતું

છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં મોટા પાયે અબોલ તથા મૂંગા પશુઓના મારણ અર્થે ગેરકાયદેસર કતલખાના ચાલતા હતા. આ કતલખાનાના બાંધકામ પણ ગેરકાયદેસર હોય જે મકાનોને તંત્ર દ્વારા આજરોજ સાંજના સમયે બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા.

છોટા ઉદેપુર નગરમાં ગત તા.10 જુલાઇના રોજ ખૂબ જ મોટા પાયે ચાલતા ગેરકાયદેર 3 જેટલા કતલખાના ઓ ઉપર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. જેમાં 80 ગૌવંશ જીવિત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 16 ગાયો મૃત હાલતમાં મળી આવી હતી અને ગૌમાંસ તથા લાખોનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેમાં 4 આરોપી પણ ઝડપાઇ ગયા હતા.

ગેરકાયદેસર ચાલતા આ કતલખાના ના મકાનો ગેરકાયદેસર હોય જેને ગુરુવારે સાંજના સમયે રેવન્યુ તથા નગરપાલિકા કર્મચારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા કતલખાના અને ગૌહત્યાના વિરોધમાં છોટાઉદેપુર નગરમાં ભારે રોષ ફેલાયો હતો. તા 13ના રોજ નગર જડબે સલાક બંધ રહ્યું હતું અને નગરના હિન્દૂ સંગઠનો, સામાજિક કાર્યકરો, નેતાઓ, વેપારીઓ નગરજનો દ્વારા વિશાળ રેલી યોજી કલેકટર ને આવેદનપત્ર આપી પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...