કતલખાનું ઝડપાયું:છોટાઉદેપુરના સ્ટેશન તથા વસેડી વિસ્તારમાંથી ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું : 4 ઝડપાયાં

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 80 જીવતા ગૌવંશને બચાવ્યા : 4 આરોપી ફરાર થઈ ગયા, કુલ 5,76,000નો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર પીઆઈ વી. એમ. કામળીયાને પેટ્રોલિંગમાં બાતમી મળી મળતાં એલસીબી, એસઓજી ટિમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રેઇડ કરતા ફારૂકભાઇ અબ્દુલભાઇ દડીના મકાનની બાજુમાં પતરાંના બનાવેલ સેડમાં 14 જેટલા ગૌવંશના માથા કાપેલા હતા. તથા બાજુમાં આવેલા સેડના ભાગે તપાસ કરતા 45 જેટલા જીવતા ગૌવંશને ક્રૂરતા પૂર્વક બાંધી રાખ્યા હતા. જ્યારે થેલીઓમાં માંસ ભરેલું મળી આવ્યું હતું.

જ્યારે તેની સામે રહેતા (1) ફરીદાબેન મહેમુબભાઈ હોકલા ઉ વર્ષ 48 (2) શાહનવાઝ મહેબૂબ હોકલા ઉ વર્ષ 26 (3) સોહેલ મહેબૂબ હોકલાના મકાનમાં રેઇડ કરતા જમણી બાજુએ અડીને આવેલા પતરાના સેડમાંથી 2 જેટલા ગૌવંશના માથા કાપેલા મળી આવ્યા હતા. તથા સદરી મકાનને અડીને આવેલ પાછળના ભાગે તપાસ કરતા 25 જેટલા ગૌવંશને ક્રૂરતા પૂર્વક દોરડાથી બાંધી રાખ્યા હતા. જ્યારે મળેલ બાતમીની ત્રીજી જગ્યાએ વસેડી વિસ્તારમાં રેઇડ કરતા કેટલાક ઈસમો ત્યાંથી નાસી ગયા હતા.

જેમાં પકડાયેલ ઈસમ રિયાઝ અબ્દુલ મજીદ ભીમલા ને સાથે રાખી તપાસ કરતાં એક ગૌવંશનું માથું કાપેલું મળી આવ્યું હતું. અને 5 જેટલા ગૌવંશને બાંધી રાખ્યા હતા. પોલીસે (1) ફરીદાબેન મહેમુબભાઈ હોકલા ઉ વર્ષ 48 (2) શાહનવાઝ મહેબૂબ હોકલા ઉ વર્ષ 26 (3) સોહેલ મહેબૂબ હોકલા ઉ વર્ષ 25 (4) રિયાઝ અબ્દુલ મજીદ ભીમલા ઉ વર્ષ 30ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ફારૂકભાઇ અબ્દુલભાઇ દડી, તેની પત્ની સમીમ, મહેબૂબ હુસેનભાઈ હોકલા, મોશીન અબ્દુલ મજીદ ભીમલા ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા કતલખાનામાંથી પોલીસે લાકડાના કુદા, કુહાડીઓ, છરીઓ, મોબાઈલ, ગૌમાંસ, 80 ગૌવંશ, કુલ રૂા 5,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...