હું કોંગ્રેસી છું ને કોંગ્રેસી જ રહીશ:સમાજનું ઋણ ચૂકવવા પાવી જેતપુર વિધાનસભામાથી ચૂંટણી લડીશ: સુખરામ રાઠવા

છોટા ઉદેપુર24 દિવસ પહેલા

છોટા ઉદેપુર જિલ્લાના રાજકારણમાં આવેલા ભૂકંપને પગલે દરરોજ નવી વાતો સાંભળવામાં આવી રહી છે અને કેટલીક અફવાઓ પણ ઊડી રહી છે. જેને લઈને આજે સુખરામ રાઠવાએ આજે ખૂબ મોટીવાત કહીને વિરોધીઓના મોઢા પર તાળાં મારી દીધા છે અને પાવી જેતપૂર વિધાનસભા બેઠક પરથી ચૂટણી કોંગ્રેસ પક્ષમાંથી જ લડવાની જાહેરાત કરી દીધી છે.

બે દીવસ પહેલા ગુજરાતના મોટાગજાના નેતા મોહનસીંહ રાઠવા પરીવાર સાથે ભાજપમાં જોડાયા છે. ત્યારથી હલચલ મચી ગઈ છે અને જિલ્લાના રાજકારણના બધા સમીકરણો જ બદલાઈ ગયા છે. ઉપરાંત જેતપુર વિધાનસભા અને છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર ન કરાતા જનતામાં કેટલીક અફવાઓ અને અટકળો ચાલી રહી છે. જેને લઈને આજરોજ પાવી જેતપુર, રતનપુર ખાતે કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવેલ સુખરામ રાઠવાએ મીડિયા સાથેની વાતચીતમાં ફરીથી જણાવ્યુ હતું કે, હું કોંગ્રેસી છું, કોંગ્રેસની સાથે જ રહેવાનો છું અને કોંગ્રેસમાં જ રહીને લડીશ. પાર્ટી મહાન છે,મારા માટે તે અગત્યનું છે. છોટા ઉદેપુર જિલ્લાની જનતાને તેઓએ વિનંતી કરતાં કહ્યું હતું કે, કોઈ અફવાઓથી અથવા કોઈ વોટ્સએપ વાયરલ વીડિયોથી ગભરાતા નહીં. હું હંમેશા સમાજ સાથે રહ્યો છું, સમાજની સાથે જ રહેવાનો છું, યુવાન સાથીઓને સાથે રાખીને સમાજનું જે ઋણ છે તે ઋણ ચૂકવવા માટે ફરી પાછો 138 પાવી જેતપુર વિધાનસભામાંથી ચૂટણી લડવાનો છું.

વધુમાં તેમણે કહ્યું કે, મેં 63 ધારાસભ્યોને સાચવાવનો પ્રયત્ન કર્યો છે. કેટલીક જગ્યાએ કોંગ્રેસનાં સર્વેના રિપોર્ટમાં એમની કામગીરી નબળી હોવાથી ત્યાં બદલવા માટેના પ્રેસર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બીજા બધા કાર્યકરો, મહાજનો વાત લઈને આવ્યા છે એના પર નિર્ણય બાકી છે. સીટીંગ ધારાસભ્યો જે ચૂટાયેલા છે એમાથી તમામને સાથે રાખીને બદલવાના થાય તો પણ એમને પૂછીને બદલાશે તેમાં કોઈ સંદેહ નથી. જે ભગાભાઈ ગયા તેમાં કૌટુંબિક કારણ છે, અમારા સાહેબ ગયા તે વિષય અલગ છે, ઝાલોદના ભાવેશ કટારાએ જે રાજીનામું આપ્યું છેએ પણ એમનો કૌટુંબિક મામલો છે અને કૌટુંબિક મામલાને રાજકારણમાં કોઈ સ્થાન હોતું નથી.

અન્ય સમાચારો પણ છે...