તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક:એચ આર મન્સૂરીને વડોદરા જિલ્લા ઇન્ચાર્જ GRD કમાન્ડર તરીકેનો કાર્યભાર અપાયો

ચાંદોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકા જીઆરડી માનદ અધિકારી તરીકેના એચ આર મન્સૂરીને ઇન્ચાર્જ જિલ્લા જીઆરડી માનદ અધિકારી તરીકેની વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા નિમણૂંક કરાતા તાલુકાના જીઆરડી જવાનો સહિત ચાંદોદ પંથક અને મેવાસના અગ્રણીઓ દ્વારા તેમને જિલ્લા કમાન્ડર તરીકેની થયેલી વરણીને વધાવી શુભેચ્છા પાઠવી હતી.

ડભોઇ જીઆરડી તાલુકા માનદ અધિકારી તરીકે બે વર્ષ અગાઉ એચ આર મન્સૂરીની નિમણૂંક બાદ કાયદા વ્યવસ્થાની જાળવણીની જવાબદારી હોય કે પછી હાલની પરિસ્થિતિ મુજબની કોરોનાવાઇરસની મહામારીના સંજોગોમાં પણ પોતાની ફરજ નિષ્ઠા સાથે પોલીસ તંત્ર તથા જીઆરડી જવાનો સાથે યોગ્ય સંકલન સાધી દરેક પરિસ્થિતિમાં ફરજ પરના અંતરિયાળ ગામોમાં પોઇન્ટ પર જઈ કોરોનાવાઇરસનું સંક્રમણ ગામડાઓમાં ન ફેલાય માટે જવાનોને યોગ્ય માર્ગદર્શન તથા ફરજ દરમિયાન જવાનોની પોતાની સાવચેતી અંગેનું માર્ગદર્શન અને કાળજી તેમજ કલાકો સુધી ફરજ પરના જવાનોને યોગ્ય પ્રોત્સાહન રૂબરૂમાં જઈ આપવાની તેમની ભૂમિકા પ્રસંશનીય રહી હતી. ત્યારે કેટલાક સમયથી જિલ્લા જીઆરડી કમાન્ડર હિંમતસિંહ પરમારની તબિયત નાદુરસ્ત રહેતા તેમની જગ્યાએ હાલ પૂરતા નવા જિલ્લા કમાન્ડર તરીકે એચ આર મન્સૂરીની વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની યોગ્ય ભલામણ અને અભિપ્રાય આધારે જિલ્લા કમાન્ડર તરીકેની નિમણૂક કરી કાર્યભાર સોંપવામાં આવતાં સૌએ વધાવી છે.

અન્ય સમાચારો પણ છે...