તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંચાલકોમાં મૂંઝવણ:નિવાસી શાળા, છાત્રાલય 50% હાજરીથી કેવી રીતે શરૂ થાય?

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં ધો.6થી 12ની શાળાઓ 50% હાજરીથી શરૂ કરાઈ છે

કોરોનાકાળ દરમિયાન દોઢ વર્ષ જેવા સમયથી બંધ પડેલી ધોરણ 6થી 12ની શાળાઓ સરકાર દ્વારા 50% હાજરીથી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલી નિવાસી શાળાઓ, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ તેમજ પ્રાથમિક આશ્રમ શાળાઓ 50% વિદ્યાર્થીઓના ધોરણે કેવી રીતે શરૂ કરવી તે અંગે સંચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને વિચારવા જેવો પ્રશ્ન ઉદ્દભવ્યો છે.

છોટાઉદેપુર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રમેશભાઈ ખત્રી જણાવી રહ્યા છે કે સરકાર તરફથી શિક્ષણ વિભાગ, આદિજાતિ વિભાગ, અનુસૂચિત જાતિ વિભાગ, બક્ષીપંચની નિવાસી શાળાઓ ઉત્તર બુનિયાદી તેમજ પ્રાથમિક આશ્રમ શાળાઓ 50% વિદ્યાર્થીઓના ધોરણે કેવી રીતે શરૂ કરવી એ વિચારવા જેવી બાબત છે. આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામડાઓમાં દૂર દૂરથી અભ્યાસ અર્થે આવતા બાળકોને કેવી રીતે 50%ના ધોરણે બોલાવવા અને કેટલાં સમય માટે બોલાવવા તે પણ એક પ્રશ્ન છે. આદિવાસી બાળકોને વારંવાર પોતાના વતનમાં અવરજવર કરવાનો ખર્ચ પોષાતો નથી. એક વખત આશ્રમ શાળામાં આવ્યા બાદ તાત્કાલિક પરત જવું મુશ્કેલ થઈ પડે છે. સાથે સાથે ક્યાં બાળકોને રાખવા અને ક્યાં બાળકોને છૂટા કરવા એ મુશ્કેલી અનુભવાય છે. જેથી સરકાર દ્વારા સંચાલિત નિવાસી શાળાઓ, મોડેલ સ્કૂલો અને છાત્રાલયો ઓગસ્ટ મહિનો પૂર્ણ થયો છતાં પણ શરૂ કરેલ નથી. એનજીઓ દ્વારા સંચાલિત પણ કેટલીક આશ્રમ શાળાઓ શરૂ કરાઇ નથી. કારણકે કયા બાળકોને રાખવા અને કયાને નહિ તેનું સંચાલન થતું નથી.

આદિવાસી બાળકો શિક્ષણમાં વધુ નબળા બનશે તેવી શિક્ષણ જગતમાં સેવાતી ભીતિ
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો છેલ્લા 2 માસથી શિક્ષણથી અન્ય બાળકો કરતા વંચિત રહેલ છે. આદિવાસી બાળકો શિક્ષણમાં નબળા છે અને આ રીતે વધુ નબળા બનશે જેની ભીતિ શિક્ષણ જગતમાં સેવાઇ રહી છે. તો તેનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા સંસ્થામાં વધારેમાં વધારે બાળકોને અભ્યાસનો લાભ મળે તેવી છૂટછાટ આપવા શાળા સંચાલકો માગ કરી રહ્યા છે. > રમેશભાઈ ખત્રી, અધ્યક્ષ, શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...