ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં તીરંદાજીના શિક્ષણ માટે રૂ.7 કરોડના ખર્ચે બનેલ હોસ્ટેલ-ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓ ઝંખે છે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
5 વર્ષ જેવો સમય હોસ્ટેલ અને ગ્રાઉન્ડને બનીને થયો છે. - Divya Bhaskar
5 વર્ષ જેવો સમય હોસ્ટેલ અને ગ્રાઉન્ડને બનીને થયો છે.
  • સરકારે કરોડોના ખર્ચે તીરંદાજીના શિક્ષણ માટે હોસ્ટેલ અને ગ્રાઉન્ડ બનાવ્યું છે

છોટાઉદેપુરના ખૂટાલીયા ગામ ખાતે સરકાર દ્વારા રૂપિયા 7 કરોડના ખર્ચે તીરંદાજીના શિક્ષણ માટે હોસ્ટેલ અને ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જે છેલ્લા 5 જેટલા વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. હાલના દેશના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું હતું કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાનો તિરંદાજીની રમતમાં આગળ વધે અને ભરપૂર સુખ સુવિધાઓ વાળું શિક્ષણ મળે તે માટે છોટાઉદેપુર ખાતે તિરંદજીની રમતનું ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખૂટલીયા ગામ ખાતે બનાવવામાં આવ્યું છે.

જેમાં 60 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ પણ હોય જેની કામગીરી પોલીસ વિભાગની દેખરેખ હેઠળ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ આજે 5 વર્ષ જેવો સમય હોસ્ટેલ અને ગ્રાઉન્ડને બને થઈ ગયો છે છતાં બિન ઉપયોગી થઈ ગયું છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી નેતાઓ પણ આ અંગે મૌન ધારણ કરીને બેઠા છે. જ્યારે વહીવટી તંત્ર પણ આ અંગે બે દરકાર હોય તેમ લાગી રહ્યું છે. સરકારે આ એકેડમીના સંચાલન માટે સમિતિ પણ બનાવી છે. પરંતુ સમિતિ પણ ચૂપચાપ બેઠી છે. છોટાઉદેપુર જિલ્લાના ઉત્સાહી બાળકો તીરંદાજી ની રમતમાં નિપૂર્ણ છે. આદિવાસી બાળકોનું સપનું સુવિધાઓના અભાવે રોળાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...