તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:હોળી, ધૂળેટીની ઉજવણી ગાઈડલાઈન પ્રમાણે કરવાની રહેશે

છોટાઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા દ્વારા જાહેરનામું બહાર પડાયું

આગામી તા. 28મી, માર્ચના રોજ હોળી અને તા. 29મી, માર્ચના રોજ ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભંગોરિયા, ગેર, ચૂલ અને અગિયારસ વગેરે પારંપરિક મેળાઓનું આયોજન થાય છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય છે. રાજય અને જિલ્લામાં પ્રવર્તમાન કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાને લેતા છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે નેશનલ મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામામાં જણાવાયા અનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ પણ સ્થળે જાહેર સ્થળોએ કોઇ પણ પ્રકારના મનોરંજન માટેના કે ધાર્મિક મેળાઓ, સાપ્તાહિક હાટ બજારોનું આયોજન કરી શકાશે નહીં. પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી-દહન કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તે અંગે આયોજકની જવાબદારી રહેશે.

ધુળેટીના તહેવાર દરમિયાન લોકોએ રંગોત્સવની ઉજવણી માટે સમૂહમાં એકત્રિત થવું નહીં તથા કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓએ મંડળી બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જાહેર સ્થળો અને માર્ગો ઉપર અવર જવર કરતા રાહદારીઓ, વાહન ચાલકો, માલ કે મિલ્કતો ઉપર તેમજઆવતા જતા વાહનોમાં મુસાફરી કરી રહેલ મુસાફરો ઉપર વાહનમાં રહેલ માલસામાન ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલપાણી, તેલ તથા તેવી કોઇ વસ્તુ ભરેલ ફુગ્ગા, પ્લાસ્ટિકની થેલી કે વસ્તુ નાંખવી નહીં કે નંખાવવી નહીં.

કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓએ જાહેર સ્થળો તથા જાહેર માર્ગો ખાતે અવર-જવર કરનાર વ્યક્તિઓ તથા વાહનોને રોકીકોઇ પણ પ્રકારના નાણા આ તહેવાર દરમિયાન ઉઘરાવવા નહીં કે જાહેર માર્ગો ઉપર આડાશ-પથ્થર મુકીને કે અન્ય અવરોધ કરી, આવતા જતા વાહનો ને રોકી શકાશે નહીં. આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને તા. 27 માર્ચથી 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સંહિતા, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ, જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો