પાણીની આવક:ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પાણી શરૂ, નદી કિનારે કૂવા-બોરના પાણીના સ્તર વધ્યાં

છોટાઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં સીઝનમાં બીજી વખત પાણીની આવક શરૂથતાં નદીએ નયનરમ્યરૂપ ધારણ કર્યું હતું. - Divya Bhaskar
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં સીઝનમાં બીજી વખત પાણીની આવક શરૂથતાં નદીએ નયનરમ્યરૂપ ધારણ કર્યું હતું.
  • જોકે પ્રજાને ડહોળું પાણી મળતા તંત્ર સામે રોષ

મધ્યપ્રદેશ રાજ્યના ભાભરા વિસ્તારના જંગલમાંથી નીકળતી ઓરસંગ નદીમાં બુધવારે વહેલી સવારે નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પુનઃ ઓરસંગના પાણીમાં વધારો થયો છે અને પાણીની આવકમાં વધારો થતાં કાંઠા વિસ્તારના ખેડૂતોને પાણીની રાહત થઈ છે. નદી કિનારે આવેલ કુવાના તથા બોરના પાણીના સ્તર ઊંચા આવી ગયા છે. ખળ ખળ વહેતા પાણીના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં સીઝનમાં બીજી વખત નવા નીર આવ્યા છે.

સમગ્ર છોટાઉદેપુર નગરને તથા જિલ્લાના કિનારાના ઘણા ગામોને પાણી પૂરું પાડતી ઓરસંગ નદીમાં પાણી આવતા છોટાઉદેપુર નગરમાં પણ પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું છે. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી આધારિત નગર પાલિકાના બે વોટરવર્કસ આવેલ છે. જે સમગ્ર નગરની 35 હજાર જેટલી વસ્તીને પાણી પૂરું પાડે છે. પરંતુ ઓરસંગમાં પાણી આવતા લોકોના ઘરોમાં ડોળું પાણી આવે છે. જે અર્થે લાખો રૂપિયાના ખર્ચે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાંમાં આવ્યો છે છતાં પણ હજુ સુધી પાણી ચોખ્ખુ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...