હુમલો:પ્રેમ સંબંધનો વહેમ રાખી તીરથી હુમલો કરી યુવાનને મારી નાખવાની ધમકી આપી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર રંગપુર પોલીસ મથકે હુમલો કરનાર બે આરોપી સામે ગુનો નોંધાયો

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકની હદમાં આવતા હાંસડા ગામે જૂના પટેલ ફળિયામાં રહેતા પ્રવીણભાઈ લાલુભાઈ રાઠવા પોતાના ખેતરમાં ખેતીકામ કરી બપોરના 1 વાગે ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ જમવાની વાર હોવાને કારણે ફળિયામાં આવેલ દુકાન ઉપર પડીકી ખાવા જતા હતા. ત્યારે ઘરની નજીક આવેલ કોતડી પાસે પહોંચતા ગામના ફળિયામાં રહેતા સેવલાભાઈ રાઠવાના હાથમાં તીર કામઠું તથા ધનસિંગભાઈ રાઠવાના હાથમાં પાળિયું લઈને ત્યાં કોતડીમાં ઉભા હતા અને ત્યાં નજીક જતા બન્નેએ અચાનક મારી સાથે ગાળાગાળી કરીને ઝઘડો કરતા બીકના માર્યા તેઓના હાથમાંથી છૂટીને ભાગવા જતા સેવલાભાઈ અને ધનસિંગભાઈ પાછળ પડ્યા હતા.

પ્રવીણભાઈ ભાગતા હતા ત્યારે સેવલાભાઈના હાથમાં તીર કામઠું હતું. જેના વડે મને પાછળ માથાના બોચીના ભાગે તીર મારી દીધું હતું. જેનાથી પ્રવીણભાઈ નીચે પડી ગયો હતો. અને બૂમાબૂમ કરતા ગામલોકો આવી જતાં પ્રવિણભાઈને વધુ મારમાંથી બચાવ્યો હતો અને બન્ને વ્યક્તિઓએ પ્રવિણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.

ઇજાગ્રસ્ત પ્રવીણભાઈના ભાઈ હરસિંગભાઈ આવી જતા 108માં પ્રવિનભાઈને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. હુમલો કરનાર આરોપીઓને છોકરીના સાથે ખોટા પ્રેમ સંબંધોના વહેમ રાખીને હુમલો કર્યો છે. તેમ ઇજાગ્રસ્ત યુવાન પ્રવિણભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું અને હુમલો કરનાર બંને વ્યક્તિઓ ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેમ ફરિયાદમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...