કોંગ્રેસનું બંધનું એલાન:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતીકાલે પ્રજાના પ્રશ્નો મુદ્દે આંશિક ગુજરાત બંધનું એલાન; લોકોને જોડાવા સુખરામ રાઠવાની અપીલ

છોટા ઉદેપુર19 દિવસ પહેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગઈ છે અને વિવિધ કાર્યક્રમો કરી રહી છે. આવતીકાલે તા. 10 સપ્ટેમ્બરના રોજ મોંઘવારી-બેરોજગારી મુદ્દે આંશિક ગુજરાત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા સવારે 8થી 12 સુધી બજાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

મોંઘવારી-બેરોજગારી મુદ્દે આંશિક ગુજરાત બંધનું એલાન
આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મરણપથારીએ પડેલી કોંગ્રેસ બેઠી થવા માટે મહેનત કરી રહી છે અને વિવિધ કાર્યક્રમો કરી રહી છે. ત્યારે મોંઘવારીના વિરોધમાં, રોજગારીના મુદ્દે, ભારતીયોના પેપર ફૂટવાના મુદ્દે,ખેડૂતોને પોષણક્ષમ ભાવ મુદ્દે, પ્રજાને ન્યાય મળેતે માટે આવતીકાલે તા. 10મી સપ્ટેમ્બરના રોજ આંશિક ગુજરાત બંધનું એલાન કરીને સવારે 8થી 12 સુધી તમામ નાના મોટા દુકાનદાર અને પ્રજા પાસે સહકાર આપીને આંશિક બંધને સફળ બનાવવાની અપીલ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...