પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે માગ:બોડેલીમાં વધતો જતો પ્લાસ્ટિકનો ખુલ્લો કચરો પશુઓ માટે જોખમી; તંત્ર દ્વારા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરી નાશ કરવા માગ

જબુગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવા સદન નજીક કેનાલને અડીને અને અલીખેરવા તળાવ નજીક ઠલવાતો કચરો

પ્લાસ્ટિકનો વધતો જતો ઉપયોગ મુંગા પશુઓ માટે વધુને વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. બોડેલી વિસ્તારની પાણી પીવા તેમજ ચરવા માટે જતી ગાયો ખુલ્લામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરાને ખાવાનું પહેલાં પસંદ કરે છે. જેમાં બોડેલી સેવા સદન નજીકથી પસાર થતી નર્મદા કેનાલને અડીને જ પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાયા છે. બોડેલી અલીખેરવા તળાવ નજીક પણ પ્લાસ્ટિકના કચરાને કારણે પ્લાસ્ટિક ખાવાથી કેટલાક પશુઓના બીમાર પડી મોત નિપજયાં હતા.

મોટા ભાગનો કચરો એવો છે જે લોકો ભોજન લીધા પછી રસ્તા પર ફેંકી દે છે. જોકે લોકોએ હકીકત પર કોઈ વિચાર કરતા નથી. રખડતી ગાયો ખોરાકની શોધમાં અકસ્માતે પ્લાસ્ટિકને આરોગી લે છે. તાજેતરમાં પશુ ચિકિત્સક દ્વારા જાણવા મળ્યું હતું કે એક બિમાર ગાય તેનાં પેટમાં 50થી 55 કીલો પ્લાસ્ટિકનો કચરો હોવાની જાણકારી મળી હતી. બોડેલીના પશુચિકિત્સકે ગાયના પેટમાંથી કચરો દૂર કર્યો હતો. જેમાં આઈસ્ક્રીમ કપ, પ્લાસ્ટિકની થેલી, કોથળીઓ નીકળી હતી. જેને બોડેલી વેટરનરી ટીમ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતી.

કોની બેદરકારીને કારણે પશુઓ પ્લાસ્ટિક ખાવાથી બીમાર પડે છે. એકલા બોડેલીના પશુ સારવાર કેન્દ્ર ખાતે દર અઠવાડીયે એકાદ બે કેસો બીમાર ગાયોના આવે છે. જેઓ નર્મદા કેનાલને અડીને તેમજ અલીખેરવા તળાવ નજીક તંત્ર તેમજ લોકો દ્વારા ઠલવાતા પ્લાસ્ટિકના કચરાને આરોગવાથી પશુઓ બીમાર પડે છે.

પ્લાસ્ટિકનો કચરો રખડતા ઢોરોને કેવી રીતે અસર કરે છે તે સમજાવતા બોડેલીના પશુચિકિત્સક ડૉ. નિમેષભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાય દ્વારા પ્લાસ્ટિકનું સેવન કર્ય પછી આફરાની સમસ્યા પેટમાં કરે છે. પ્લાસ્ટિકને પચાવી શકાતું ન હોવાથી ગાયોની પાચનશક્તિ આખરે ઓછી થઈ જાય છે. જેના કારણે પશુઓ બીમાર પડે છે.

બોડેલી મોહનનગરના પશુપાલક રણછોડભાઈ ભરવાડના જણાવ્યા મુજબ અમારા વિસ્તારમા પ્લાસ્ટિક ખાવાથી કેટલાક પશુઓ બીમાર પડી મોતને ભેટ્યા હતા. ત્યારે જે-તે તંત્ર દ્વારા નર્મદા કેનાલને અડીને જ પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાયા છે. તેમજ પાણી પીવા માટે જતાં મુંગા પશુઓ પણ અલીખેરવા તળાવ નજીક ઠલવાતા પ્લાસ્ટિકના કચરાને આરોગવાથી બીમાર પડી મોતને ભેટ્યા છે. તંત્ર દ્વારા આ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરી નાશ કરવામાં આવે તેમજ આ જગ્યાએ કચરો ઠલવાય નહિ તેવી પશુપાલકો અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...