તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સત્રનો પ્રારંભ:જિલ્લામાં શિક્ષણ સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ

છોટાઉદેપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં 44 શિક્ષકોની ભરતી કરાતાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરાઈ

છોટાઉદેપુર જિલ્લામાં સોમવાર તા. 7 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે જિલ્લાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમ એસ. એફ. હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું.

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા અર્થે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોબાઈલ તથા લેપટોપના માધ્યમથી ઓનલાઈન શિક્ષણની શરૂઆત થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીમાં સરકાર દ્વારા ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જેનાથી જિલ્લાના વિદ્યાર્થીઓમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂન માસની શરૂઆત થતા નવા શૈક્ષણિક સત્રનો ઓનલાઈન પ્રારંભ થતા હવે ધો. 10 અને ધો. 12માં માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી દિશા પસંદગી કરી આગળ વધવાનો અવસર મળ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં જુદા જુદા વિષયના નવા 44 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જેના લીધે ઘણા સમયથી જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરાઈ હતી. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા અર્થે તકલીફ થતી હતી. જે 44 નવા શિક્ષકોની ભરતી થતા અને એ તકલીફનો અંત આવશે. અને વિદ્યાર્થીઓ વધુ સરળતાથી શિક્ષણ મેળવી શકશે.

શિક્ષકો દ્વારા ઓનલાઈન નવા અભ્યાસની શરૂઆત કરાઈ
સરકાર દ્વારા નવા સત્રમાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરાતા વિદ્યાર્થીઓમાં તથા વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાની શાળાઓમાં પ્રથમ દિવસે શિક્ષકો દ્વારા ઓનલાઈન નવા અભ્યાસની શરૂઆત કરાઈ હતી. > હિતેશભાઈ ચૌહાણ, આચાર્ય, એસ. એફ. હાઈસ્કૂલ, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...