ભાસ્કર વિશેષ:છોટાઉદેપુરમાં આજથી શિવ કથાનું ભવ્ય આયોજન

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભવ્ય પોથી યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી કથા સ્થળે પહોંચશે

છોટાઉદેપુર નગરમાં પ્રથમ વખત સન્માનીય સંત અને કથાકાર શ્રી ગિરી બાપુની શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ કથા પંડાલ બનાવાયો છે. જેમાં દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની કથાનું શ્રવણ છોટાઉદેપુર જિલ્લાની પ્રજા કરશે અને સિદ્ધ સંતના સ્વ મુખે કથા સાંભળવાનો લ્હાવો લેશે.

તા 4 જાન્યુઆરીએ સવારે ગુરુકૃપા સોસાયટીમાં યોગેશભાઈ જોશીના ઘરેથી ભવ્ય પોથી યાત્રા નીકળશે અને નગરના રાજમાર્ગો ઉપર ફરી કથા સ્થળે પહોંચશે. નગરના ધર્મ પ્રિય આગેવાનો તથા ભક્તોએ કથાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અને શ્રોતાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે અર્થે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર નગરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ વિખ્યાત સંત, પરમ પૂજ્ય ગિરિ બાપુના શ્રીમૂખે શીવ કથાનું ભવ્ય આયોજન તા.4-1-2023થી તા.12-1-2023 સુઘી કરાયું છે. જેથી નગરનાં તમામ ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જણાઈ રહ્યો છે. તમામ સેવાભાવી મંડળો પોતાને સોંપેલ કામોને ભારે ખંતથી નિભાવી રહ્યા છે. આજથી શરૂ થનારી આ ભવ્ય કથા સ્થળે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા વગેરેની વ્યવસ્થા પૂર્ણ કરી દેવાઈ છે. પુજ્ય ગિરિ બાપુ દ્વારા રજવાડી નગર છોટા ઉદેપુરમાં શિવ કથા પ્રથમવાર આયોજિત થઈ રહી છે. પ્રથમવાર આયોજિત શિવ કથામાં છોટાઉદેપુર નગર સહિત આસપાસના ગ્રામજનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે. તે માટે સ્થાનિક યુવક મંડળ સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. છોટાઉદેપુર નગર નજીક મધ્ય પ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે તેમ જણાઈ રહ્યું છે. તન મન અને ધનથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓઆ ભગીરથ કાર્યમાં જોતરાઈ ગયા છે. હાલ તો આ શિવકથાના ભવ્ય આયોજનથી સમગ્ર નગર જાણે શિવમય બની ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...