તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બેરોજગારીને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે : ભરતસિંહ સોલંકી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

છોટાઉદેપુરમાં આજરોજ દરબાર હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંમેલન યોજાયું હતું.યોજાયેલ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાને કરેલી અચ્છેદીન આયેગેની મોટી જાહેરાતો, 2 કરોડ લોકોને નોકરી મળશે, જેવી કેટલીય પોકળ જાહેરાતોનો કોઈ મતલબ રહ્યો નથી. બે રોજગારીને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. યોજાયેલ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસી સમાજને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

આદિવાસી ઓળખ ના દાખલા બાબતે હેરાન ગતિ કરવામાં આવી રહી છે. રોજેરોજ વધતી જતી મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવ વધારો, ખેડૂતોના ખાતર, દવા, ડીએપી, પાક સંરક્ષણ સાધનો મોંઘા થયા છે. ખેડૂતોને પાકના ભાવો મળતા નથી. હોસ્પિટલોમાં ડોકટર, નર્સની કમી છે. યુવા બે રોજગારોને નોકરીઓ મળતી નથી. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ. શાળાઓ મર્જ કરવાનો વિરોધ, જંગલની જમીનનો કાયદામાં પસંદગી થયેલા લાભાર્થીઓને સનદો મળતી નથી. વીજળી સમયસર મળતી નથી. સેડ, રસ્તા, નાળા, કોઝવે વરસાદમાં ધોવાઈ ગયા છે.

જેનાથી આદિવાસી લોકોને જવા આવવા અર્થે મુશ્કેલી પડે છે. વગેરે જેવા પ્રશ્નો બાબતે સરકાર સામે વિરોધ કર્યો હતો. આ અંગે નારણ રાઠવાએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા 5 વર્ષ પુરા થયા એ નિમિતે ઉજવાઈ રહેલા સરકારના કાર્યક્રમોનો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ વિરોધ કરીએ છીએ. આ અંગે છોટાઉદેપુર અને કવાંટના ધારાસભ્યએ પણ સરકારને આડે હાથ લીધી હતી.

વિશ્વ આદિવાસી દિન નિમિત્તે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આવેલ આદિવાસી મસીહા બિરશા મુંડાની પ્રતિમાને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, રણજીતભાઈ રાઠવા, સંગ્રામભાઈ રાઠવા રાજુભાઇ રાઠવા, સોમાભાઈ રાઠવા તથા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આદિવાસી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...