સરકારને જગાડવાનો પ્રયાસ:છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓએ વિશાલ રેલી કાઢી, પડતર પ્રશ્નો અંગે કલેકટરને આવેદન

છોટા ઉદેપુર25 દિવસ પહેલા

છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ગાંધીનગર દ્વારા સરકારી કચેરીઓના કર્મચારીઓના કુલ 15 જેટલા પડતર પ્રશ્નો બાબતે આજરોજ થયેલા આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દ્વારા એસ.એફ. હાઈસ્કૂલથી એક વિશાલ રેલી કાઢી છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત સરકારી દફ્તરોમાં ફરજ બજાવતા અંદાજિત 1000 જેટલા કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેકટર કચેરીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પોતાના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી દફતરોમાં ફરજ બજાવતા અંદાજિત 1000 જેટલા કર્મચારીઓ તેઓની 15 જેટલી માંગણીયો પેન્ડિંગમાં છે. જે પૈકી મુખ્ય જૂની પેન્શન યોજના શરૂ કરવી સાતમા પગાર પંચના ભત્તા વગેરે માંગણીઓ સંદર્ભે રેલી કાઢીને સરકારને રજૂઆત કરવાના ભાગરૂપે જિલ્લાના વડા મથકે એસ.એફ.હાઇસ્કુલ ખાતેથી આજરોજ તારીખ 3 સપ્ટેમ્બર અને શનિવાર બપોરના બે કલાકે કર્મચારીઓની નિશાળ રેલી નીકળી હતી. જે નગરના મુખ્ય માર્ગો પર ફરીને જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

તેઓએ આ સાથે સરકારને ચીમકી પણ ઉચ્ચારી હતી. સમયગાળા દરમિયાન કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે હકારાત્મક નિરાકરણ નહીં આવ્યું તો આજના આવેદનપત્ર આપવાના કાર્યક્રમ બાદ આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો આપી સરકારને જગાડવાના પ્રયત્નો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...