પત્નીને બચાવવા જતા પતિ પણ ડૂબ્યો:બોડેલી નર્મદા કેનાલમાં નાહવા જતા યુવતી તણાઈ, કિનારે કપડાં ધોઈ રહેલા લોકોએ બન્નેને બચાવ્યા

છોટા ઉદેપુર5 દિવસ પહેલા
  • મધ્યપ્રદેશના લોકોને બચાવો-બચાવો બુમ પાડતો અવાજ સંભળાતા દોડી આવ્યા

બોડેલીમાં નર્મદા કેનાલ સાંજના સમયે ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે. ત્યારે સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો કેનાલ આવતા હોય છે. પરંતુ ક્યારેક કેનાલમાં અઘટિત ઘટનાઓ પણ બની હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરવા ગયેલ દંપતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. પરંતુ સદનસીબે નજીકમાં જ રહેલા લોકોએ બન્નેને હેમખેમ બહાર કાઢી લીધા હતા.

દોરડાની મદદથી બન્ને પતિ પત્નીને હેમખેમ બહાર કાઢ્યા
બોડેલીની નર્મદા કેનાલ પાસે સાંજના સમયે ફરવા આવેલ દંપતીમાં પત્ની કેનાલમાં ઉતરીને ન્હાવા જતાં ડૂબી રહી હોવાનું જોતા જ પતિ તેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ તે પણ કેનાલમાં ડૂબી રહ્યો હતો. જેને લઇને પોતાની જાતને બચાવવા માટે તેઓએ બન્નેએ બૂમો પાડતા નજીકમાં જ કપડાં ધોઈ રહેલા મધ્ય પ્રદેશના ત્રણ વ્યક્તિઓ તાત્કાલિક દોડીને દંપતીને બચાવવા કેનાલમાં કૂદી પડ્યા હતા અને દોરડાની મદદથી બન્ને પતિ પત્નીને હેમખેમ બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર દંપતી મૂળ ચિત્તોડગઢ રાજસ્થાનના વાતની છે અને હાલ બોડેલીમાં રહેતા હોવાનું જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...