છોટા ઉદેપુરના સાંસદ દિલ્હીમાંં:ગીતાબેન રાઠવાએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુની શુભેચ્છા મુલાકાત કરી

છોટા ઉદેપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં દેશના નવ નિયુક્ત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુએ પદભાર સંભાળ્યો છે, બીજી બાજુ સંસદનું સત્ર પણ ચાલી રહ્યું છે, ત્યારે છોટા ઉદેપુરના આદિવાસી સાંસદ ગીતાબેન રાઠવાએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

લગભગ 15 મિનિટ જેટલી ચાલેલી મુલાકાતમાં ગીતાબેન રાઠવાએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમૂને છોટા ઉદેપુર જીલ્લા અને લોકસભા બેઠકની વિસ્તૃત જાણકારી આપી હતી. અને કેટલાક મુદ્દે વિશેષ ચર્ચા પણ કરી હતી

અન્ય સમાચારો પણ છે...