તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર જિલ્લાની પ્રજા હાલ મોંઘવારીનો માર વેઠી રહી છે. કોરોના મહામારીમાં રોજગાર સાથે રોજગારી ન મળતા મધ્યમ અને મજુરીયાત વર્ગની કમર તૂટી ગઈ છે. આ જિલ્લામાં રોજગારી મેળવવા મોટાભાગના લોકોએ ખેતી પર નિર્ભર રહેવું પડે છે. જિલ્લામાં રોજગારીની તકો ઉભી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે. હાલ તેલના ડબ્બા, બટાટા, ડુંગળી બાદ રસોઈ ગેસનાં સિલિન્ડરમાં 50થી વધુનો વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બઝેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓ તરફથી જાણવા મળે છે કે આવકની સામે જાવક વધતા ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.
સરકાર આડેધડ વધતા જતા જરૂરી ચિઝવસ્તુઓ પરના ભાવ વધારા પર નિયંત્રણ નહિ લાવે તો ભોજનની થાળીમાંથી ધીમે ધીમે ખાવાની ચિઝવસ્તુઓ અદ્રશ્ય થઈ જશે. અનાજ, તેલ, ગેસ, શાકભાજી, દૂધ સહિતની રોંજિન્દી ચિઝવસ્તુઓ વિના ચાલી શકે તેમ નથી. સરકાર વહેલી તકે મોંઘવારી પર નિયંત્રણ લાવી બેનંબરિયાઓ અને ચિઝવસ્તુઓંનું કાળાબજાર કરતા બેપારીઓ, દલાલો પર સકંજો કસવો જોઈએ તેવી માંગણી ગૃહિણીઓ કરી રહી છે. ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદીને બજારમાં ઉંચા ભાવે વેચનારાઓ પર નિયંત્રણ લાવવાની માગણી ગૃહિણીઓ કરી રહી છે. આમ છોટાઉદેપુર જિલ્લામાં રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં 50થી વધુનો ભાવ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતા સરકાર સામે ગુસ્સો ઠાલવી રહી ભાવ વધારો પાછો ખેંચવાની માગણી કરી રહી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.