તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:છોટાઉદેપુરમાં ડેન્ગ્યૂના વાવર વચ્ચે કચરાના ઢગ અને મચ્છરનો ત્રાસ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં મચ્છરોના ત્રાસથી પ્રજા હેરાન ઠેર ઠેર જગ્યાએ કચરા અને ઉભરાતી ગટરો સાફ કરવાની તાત્કાલિક જરૂરિયાત. - Divya Bhaskar
છોટાઉદેપુર નગરમાં મચ્છરોના ત્રાસથી પ્રજા હેરાન ઠેર ઠેર જગ્યાએ કચરા અને ઉભરાતી ગટરો સાફ કરવાની તાત્કાલિક જરૂરિયાત.
  • 10 દિવસથી નગરમાં કચરાના ઢગલા અને ગટરો ઉભરાવાથી નર્કાગારની સ્થિતિ
  • પ્રજા દ્વારા તંત્રને તાકીદે દવાનો છંટકાવ કરવા માટે રજૂઆત કરાઇ

છોટાઉદેપુર નગરમાં છેલ્લા 10 દિવસ જેવા સમયથી નગરમાં કચરાના ઢગલા અને ગટરો ઉભરાવવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. જેને કારણે સાંજના સમયે મચ્છરો કરડવાના કારણે પ્રજા ભારે પરેશાન થઈ ચૂકી છે. એક તરફ ઘણી વખત વીજળીનો પુરવઠો ખોરવાઈ જતો હોય અને ગરમીને કારણે ભારે બફારો થતો હોય અને મચ્છરોના ઉપદ્રવ વધી જતાં પ્રજાને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુર નગરમાં 10 દિવસથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં પ્રજામાં રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે.

હાલના સમયમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ના કેસો વધુ જોવા મળતા હોય બીજી તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરે ત્યારે અને નગરને સ્વચ્છ રાખવુ એ નગરપાલિકા ની પ્રાથમિક ફરજમાં આવે છે પરંતુ આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. નગરમાં ખાણી પીણીની લારીઓ ઉભી રહે છે. તેની આસપાસ શાક માર્કેટ પણ ભરાય છે. ત્યાં ગંદકીના વધુ ઢગલા જોવા મળી રહ્યા છે એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય સ્વચ્છતા અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવે એ જરૂરી છે. છોટાઉદેપુર નગર પાલિકા પાસે આવેલ ફોગીંગ મશિન ઘણા સમયથી બગડેલી હાલતમાં પડ્યા છે.

મચ્છરો તથા જંતુ નાશક દવાઓનો છંટકાવ કરવા અર્થે મશીનો રીપેરીંગ કરાવવા ઘણા જરૂરી છે. નગરમાં ઠેર ઠેર જગ્યાએ મચ્છરોના નિકાલ અર્થે સાફ સફાઈ તથા ડી ડી ટી છંટકાવ કરવા પ્રજા માંગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી જે ફરીથી ફેલાય નહિ એ અર્થે તંત્ર દ્વારા સાવચેતી અને સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. નગરમાં ઉભરાતી ગટરો કચરાના ઢગલા તથા અને ગંદકીના કારણે થતો મચ્છરોનો ઉપદ્રવ રોકવા અર્થે પગલાં ભરવામાં આવે તેમ પ્રજા માંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...