તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા, કુલ આંક 548 થયો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 492 કોરોના દર્દી સાજા થતાં રજા અપાઈ, હાલમાં 38 દર્દી સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid19 પોઝિટિવ કેસોમા દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. જે અંગે પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તારીખ 13 સુધીમાં 544 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તારીખ 14 ઓક્ટોબરના નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસનો આંક 548 ઉપર પહોંચ્યો છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 4 કેસ ઉમેરાયા તેમાં (1) 45 વર્ષ આધેડ પારસી ફળીયા કવાંટ (2) 26 વર્ષ યુવાન મુસટ કવાંટ (3) 63 વર્ષ વૃદ્ધ જમના પાર્ક સોસાયટી બોડેલી (4) 24 વર્ષ યુવતી ખુટિયા, બોડેલી પોઝિટિવ આવ્યા છે. હાલમાં 492 કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 38 દર્દી એડમિટ છે. અને 15 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 649 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે. બુધવારના રોજ જિલ્લામાંથી 2 દર્દીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે.

પાદરા તાલુકામાં બુધવારે કોરોનાના વધુ 9 કેસ નોંધાયા
પાદરામાં બુધવારે કોરોના પોઝિટિવના 9 કેસ જાહેર થયા છે. જેમાં 1 કેસ હુશેપુરમાં જ્યારે પાદરા નગરમાં 8 કેસ નોંધાયા છે. આ સાથે તાલુકામાં અત્યાર સુધી કોરોનાના કુલ 845 કેસ આવેલા છે. કોરોનાના કેસ છેલ્લા સપ્તાહથી વધી રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો