ભાસ્કર વિશ્લેષણ:આવક, સ્થાવર - જંગમ મિલકત સાથે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકના ચાર ઉમેદવારો કરોડપતી અને અન્ય લખપતી

છોટાઉદેપુર2 મહિનો પહેલાલેખક: સંજય ભાટિયા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરી દીધા છે. મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પોતાના સમર્થકો સાથે ભર્યા છે. આ ઉમેદવારોમાં આવક, જંગમ અને સ્થાવર મિકલતના સરવાળા સાથે ઉમેદવારો અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા કરોડપતિની યાદીમાં આવી જાય છે.

મિલકતોની વિગતો જાહેર
ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રમાં પોતાની આવક, જંગમ અને સ્થાવર મિલકતોની વિગતો જાહેર કરવાની હોઇ જાહેર કરતા હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી છોટાઉદેપુર, જેતપુર અને સંખેડા વિધાનસભાની બેઠક માટે તમામે ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલ એફિડેવિટ મુજબ કેટલાક ઉમેદવારો લખપતિ છે. તો કોઈ કરોડપતિ પણ છે.

સંખેડા બેઠક - અભેસિંહ તડવી : ભાજપ
જંગમ મિલકત - 5622983 રૂપિયા, 1864350 રૂપિયા (પત્ની)
સ્થાવર મિલકત - 12488538 રૂપિયા, 20279250 રૂપિયા (પત્ની)
વાર્ષિક આવક - 1924310 રૂપિયા

ધીરુભાઈ ભીલ : કોંગ્રેસ
જંગમ મિલકત - 2621212 રૂપિયા, 618000 રૂપિયા (પત્ની)
સ્થાવર મિલકત - 1650000રૂપિયા, 168689 રૂપિયા (પત્ની)
વાર્ષિક આવક - NIL

રંજનભાઈ તડવી : આપ
જંગમ મિલકત - 679209 રૂપિયા, 750000 રૂપિયા (પત્ની)
સ્થાવર મિલકત - 800000
વાર્ષિક આવક - આવક લાગુ પડતું નથી

વિશ્લેષણ : સંખેડા વિધાનસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો રિપિટ કર્યા છે. પરંતુ વર્તમાન ચૂંટણીમાં આપના ઉમેદવારની એન્ટ્રી થતાં ત્રિપાંખીયો જંગ ખેલાશે.

છોટાઉદેપુર બેઠક - રાજેન્દ્રસિંહ રાઠવા : ભાજપ
જંગમ મિલકત - 15300471 રૂપિયા, 2570068 રૂપિયા (પત્ની)
સ્થાવર મિલકત - 7521660 રૂપિયા, 330800 રૂપિયા (પત્ની)
વાર્ષિક આવક - પોતે 396430 રૂપિયા

સંગ્રામસિંહ રાઠવા - કોંગ્રેસ
જંગમ મિલકત - 6200000 રૂપિયા
સ્થાવર મિલકત - 8319100 રૂપિયા
વાર્ષિક આવક - 1079080 રૂપિયા​​​​​​​

અર્જુનભાઇ રાઠવા - આપ
જંગમ મિલકત - 1.25 લાખ, 2.50 લાખ(પત્ની)
સ્થાવર મિલકત - 48.57 લાખ
આવક - 34200 રૂપિયા

વિશલેષણ : જિલ્લાની પ્રતિષ્ઠિત બેઠક પર ભાજપ અને કોંગ્રેસના નવા ઉમેદવારો છે. બંને પાસે રાજકીય પીઠબડ પણ છે. સાથે આપ પણ પ્રથમ વખત મેદાનમાં છે તો જંગ રસાકસી ભર્યો બનશે.

જેતપુર બેઠક - જયંતીભાઈ રાઠવા :ભાજપ
જંગમ મિલકત -1590518 રૂપિયા, ​​​​​​​​194363 રૂપિયા (પત્ની)
સ્થાવર મિલકત - 700000 ​​​​​​​રૂપિયા, ​​​​​​​100000 રૂપિયા (પત્ની)
વાર્ષિક આવક - 495210 રૂપિયા

​​​​​​​સુખરામ રાઠવા : કોંગ્રેસ
જંગમ મિલકત - 10277490 રૂપિયા, 3702521 રૂપિયા (પત્ની)
સ્થાવર મિલકત - 6191000 રૂપિયા, 700000 રૂપિયા (પત્ની)
વાર્ષિક આવક - 1357980 રૂપિયા

​​​​​​​રાધિકા રાઠવા | આપ જંગમ મિલકત - 56930 રૂપિયા સ્થાવર મિલકત - 18.54 લાખ આવક - 170000 રૂપિયા

​​​​​​​વિશ્લેષણ : આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. તો આપ પણ પ્રથમ વખત મેદાનમાં ઉતરતાં આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...