કાર્યવાહી:ઘેલવાંટ ગામ પાસેથી રું.1.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

છોટાઉદેપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, કાર સહિત કુલ 6,85,100નો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર એલસીબી પીઆઈના માર્ગદર્શનના આધારે એલસીબી સ્ટાફના માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે સમય દરમ્યાન હકીકત મળેલ કે એક સફેદ કલરની XUV ગાડીમાં વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશથી છોટાઉદેપુર તરફ આવી રહેલ છે. તેવી બાતમી આધારે ઘેલવાંટ ગામે નાકાબંધી કરી હતી. બાતમી મુજબની ગાડી આવતા કોર્ડન કરી પકડી પાડી ગાડીમાં તપાસ કરતા તેમા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ કાર ચાલક પોલીસને દૂરથી જોઈ અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.

આ અંગે પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નં. 1308 કિ.રૂા. 1,85,100 તથા મહિન્દ્રા કંપનીની XUV ગાડી નં. MP-09-CM-4553ની કિ.રૂા. 5 લાખ કુલ મુદ્દામાલ કિંમત રૂા. 6,85,100નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ગાડીના ચાલક વિરુદ્ધ છોટાઉદેપુર પો.સ્ટે.માં પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...