માત્ર નામ પૂરતી દારૂબંધી!:ઈક્કો ગાડીના બોનેટમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો; નસવાડી પોલીસે બાતમીના આધારે કરી કાર્યવાહી

છોટા ઉદેપુર20 દિવસ પહેલા

નસવાડી પોલીસ દ્વારા નાકાબંધી દરમિયાન વધાચ ગામેથી ઈક્કો ગાડીમાં બોનેટના અંદરના ભાગે છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. કુલ રૂ.4,85,450/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજરોજ નસવાડી PSI સી.ડી.પટેલ પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં વહેલી સવારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમીદાર થકી બાતમી મળેલ કે એક સફેદ કલરની ઈક્કો ગાડી રજી.નં. GJ-34-H-2877માં બોનેટના અંદરના ભાગે વિદેશી દારૂ ભરીને કવાંટ તરફથી નસવાડી તરફ આવે છે. બાતમીના આધારે વધાચ ગામેથી એક સફેદ કલરની ઇક્કો ગાડી રજી.નં. GJ-34-H-2877ના ચાલક ગાડીમાં વિદેશી દારૂના હોલ રૂ.30,450/- સહિત કુલ કિંમત રૂ.4,85,450/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...