તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:અવિશ્વાસની દરખાસ્તમાં પહેલી વખત ભાજપને કોંગ્રેસનો ટેકો, 4 ભાજપ, 5 અપક્ષ, 2 બિટીપી, અને 2 બહુજન પાર્ટીના સભ્ય

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇન્ચાર્જ પ્રમુખના શાસનમાં વિકાસના કામો ઠપ થયા હોવાનો આક્ષેપ. - Divya Bhaskar
ઇન્ચાર્જ પ્રમુખના શાસનમાં વિકાસના કામો ઠપ થયા હોવાનો આક્ષેપ.
  • છોટાઉદેપુર પાલિકા ઇન્ચાર્જ વિરુદ્ધ 13 સભ્યો મેદાને

બુધવારે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા 4 ભાજપ, 5 અપક્ષ, 2 બિટીપી, અને 2 બહુજન સમાજ પાર્ટીના કુલ 13 સભ્યો એ ઇન્ચાર્જ પ્રમુખ ઝાકિરભાઈ દડી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. જેનાથી નગરમાં તથા રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ચાલતી છોટાઉદેપુર નગરપાલિકાને કારણે પ્રજામાં તરહ તરહની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

એક વર્ષ પહેલા બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા સભ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ નરેનભાઈ જયસવાલ વિરુદ્ધ પાલિકાના કુલ ચૂંટાયેલા 28 સભ્યો પૈકી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને રાજ્ય સરકારના નગરપાલિકા નિયમકે પ્રમુખના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ જ્યારે 7 મહિના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઝાકિરભાઈ દડીએ સત્તા ભોગવ્યા અને એક ચક્રી શાસન ચલાવ્યા બાદ અચાનક પૂર્વ પ્રમુખ અને નરેનભાઈ જયસવાલ સાથે હાથ મિલાવી લેતા અન્ય સભ્યો નારાજ થયા હતા.

નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને નગરપાલિકા કચેરી ખાતે 13 સભ્યોની સંમતિથી લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત મુકવાના ઈરાદાથી નોટિસ આપી હતી. આપેલ અવિશ્વાસની દરખાસ્તમાં જણાવ્યું છે કે ઇન્ચાર્જ પ્રમુખના શાસનમાં નગર સેવાસદનનો વહીવટ તથા વિકાસના કામો ઠપ થઈ ગયા છે. કથળેલા વહીવટના કારણે લાઈટબીલ, ડિઝલબીલ, તથા અન્ય અનેક બિલો બાકી પડે છે. વેરા વસુલાતની કામગીરી ઠપ થઈ ગઈ છે. કર્મચારીઓના પગાર પણ સમયસર થતા નથી. સેવાસદનના કેટલાક કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. જેથી અમો ઉપ પ્રમુખ તથા ઇન્ચાર્જ પ્રમુખને વિશ્વાસમાં લેતા નથી અને તેઓએ સભ્યોનો વિશ્વાસ ગુમાવી દીધો છે.

તેમ લેખિતમાં જણાવ્યું છે. નગરપાલિકા છોટાઉદેપુર ઉચ્ચ રાજકીય ક્ષેત્રે ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહી છે. ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ ભાજપને સહકાર અને ટેકો આપશે તેમ ચર્ચાઈ રહ્યું છે. રાજકીય આગેવાનોમાં ચાલતી ચર્ચાઓ મુજબ ઘણા સમયથી કોંગ્રેસના એક સભ્ય ગુમ થઈ ગયા હોય જેઓની હાલત ના ઘરની ના ઘાટની થશે તેમ લાગી રહ્યું છે. 13 સભ્યો દ્વારા ઇન્ચાર્જ પ્રમુખ ઉપર અવિશ્વાસ દરખાસ્ત મુકાતા નગરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તથા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. અને ઘણાના મોતિયા મરી ગયા હોય તેમ લાગતું હતું.

આ ગદ્દારી વિરુદ્ધ વફાદારીની અને અસત્ય વિરુદ્ધ સત્યની લડાઈ છે
બુધવારે કોંગ્રેસ સિવાયના 13 સભ્યોએ આપેલી અવિશ્વાસ દરખાસ્તને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો ટેકો આપશે. અવિશ્વાસ દરખાસ્ત કોણે આપીએ મહત્વનું નથી. આ ગદ્દારી વિરુદ્ધ વફાદારીની અને અસત્ય વિરુદ્ધ સત્યની લડાઈ છે. એમાં કોંગ્રેસ અવિશ્વાસ દરખાસ્ત દ્વારા ઇન્ચાર્જ પ્રમુખ તથા ઉપપ્રમુખને હટાવવા માટે પૂરો સહયોગ કરશે. તેમ જણાવ્યું હતું. - સંગ્રામસિંહ રાઠવા,કોંગ્રેસના અગ્રણી તથા પાલિકા સભ્ય, છોટાઉદેપુર '

નગરના વિકાસના કામો અવરોધાઇ ગયા
નગરના વિકાસના કામો છેલ્લા કેટલાક સમયથી અવરોધાઇ ગયા હતા અને ઠપ થઈ ગયા હતા. બસપાનું એકચક્રી એક તરફી શાસન ચાલતું હતું એનો અંત લાવીને નગરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી છે. તેમ જણાવ્યું હતું. - આદમભાઈ સુરતી, પાલિકાના અપક્ષ સભ્ય

પાલિકાના ઉપપ્રમુખ રાજીનામું આપે
નગર પાલિકાના ઉપપ્રમુખે સામે ચાલીને રાજીનામું આપી દેવું જોઈએ. સંપૂર્ણ લઘુમતીમાં મુકાઇ ગયા પછી પણ સત્તાની લાલચે યેનકેન પ્રકારે બીજા 15 દિવસ સત્તા ઉપર ચોંટી રહેવાના અભરખા અને પેતરા કરવાના એ જ ઉપપ્રમુખ ની સત્તા લાલચ છતી કરે છે. તેમ જણાવ્યું હતું. - પ્રશાંતભાઈ પટેલ, નગરપાલિકા સભ્ય

અન્ય સમાચારો પણ છે...